રાજકોટમાં 48 કલાકમાં 4 લોકોના હાર્ટએટેકથી મોત, લોકોમાં ફફડાટ- Gujarat Post

05:11 PM Apr 24, 2024 | gujaratpost

રાજકોટ: શિયાળામાં સામાન્ય રીતે હાર્ટ એટેકના (heart attack) બનાવો વધતા હોય છે પરંતુ હવે કાળઝાળ ગરમીમાં પણ હાર્ટ એટેકનો સિલસિલો જારી છે. રાજકોટમાં (Rajkot news) ગત બે દિવસમાં ચાર યુવાનોના હૃદય બંધ પડી જતા તેમના મોત નીપજ્યાં છે. આ કેસો માત્ર પોલીસ ચોપડે જાહેર થયા મુજબના છે, તે સિવાયના હૃદયરોગના અનેક કેસો (heart attack cases) નોંધાતા રહે છે.

ભવાનીનગર શેરી નં.4, રામનાથ પરામાં રહેતા સંજય ભરતભાઈ પરમાર (ઉ.વ.30) નામના યુવાન રાત્રિના સુતા બાદ સવારે  બેભાન હોવાથી સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો, પરંતુ તેને બચાવી શકાયો ન હતો. મૃતક બે ભાઈ અને એક બહેનમાં મોટો હતો અને દાણાપીઠમાં મજુરી કામ કરીને ગુજરાન ચલાવતા યુવાનનું મોત હાર્ટ એટેકથી થયું હોવાનું એ ડિવિઝન પોલીસની તપાસમાં સામે આવ્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Trending :

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

બીજા બનાવમાં કિરણબેન ચંદ્રેશભાઈ રાજા (ઉ.વ.46) તેમના ઘરે બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડતા તેમનું મૃત્યું નીપજ્યું હતું. તાલુકા પોલીસની પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેક આવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્રીજા બનાવમાં ભાજપના આગેવાન રત્નાભાઈ દેવશીભાઈ કાલોતરા (ઉ.વ.49)ને રાત્રે ઘરે છાતીમાં દુખાવો ઉપડતા સિવિલમાં લાવતા તેમને પણ મૃત જાહેર કરાયા હતા. ચોથા બનાવમાં શાકભાજીનો ધંધો કરતા અજય શ્યામનારાયણ ગોસ્વામી (ઉ.વ.45) રાત્રે ઘરે બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડતા હાર્ટ એટેકથી મૃત્યું થયાનું ગાંધીગ્રામ પોલીસની તપાસમાં ખુલ્યું હતું. રાજકોટમાં 48 કલાકમાં જ 4 લોકોનાં હાર્ટ એટેકથી મોત થતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. મૃતકોના પરિવારજનો પણ આઘાતમાં છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post