+

અમદાવાદ બાદ રાજકોટની હોટલમાં સંભારમાંથી નીકળી માખી- Gujarat Post

રાજકોટઃ હોટલમાં જમવા જતાં લોકો માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના સંકલ્પ હોટલમાં ઢોંસા સાથે અપાતા સાંભરમાંથી માખી નીકળી હતી. જેનો વીડિયો ગ્રાહકે બનાવ્યો હતો. ત્યારબાદ હોટલના મેનેજરને બોલાવ

રાજકોટઃ હોટલમાં જમવા જતાં લોકો માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના સંકલ્પ હોટલમાં ઢોંસા સાથે અપાતા સાંભરમાંથી માખી નીકળી હતી. જેનો વીડિયો ગ્રાહકે બનાવ્યો હતો. ત્યારબાદ હોટલના મેનેજરને બોલાવી તેને જાણ કરી હતી.   આ વીડિયો વાયરલ થયો છે.

ગત મહિને અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા લા પિનોઝના પિત્ઝામાંથી જીવાત નીકળી હતી. એક યુવક તેના અન્ય મિત્રો સાથે અહી પિત્ઝા ખાવા માટે ગયો હતો. ત્યારે પિત્ઝા બોક્સ ખોલતા તેમાંથી જીવડા નીકળ્યાં હતાં. જેને લઈને યુવકે ત્યાંના સ્ટાફને ફરિયાદ કરી હતી. જેથી તેમણે તાત્કાલિક પિત્ઝા પરત લઈ લીધો હતો અને ભૂલનો સ્વીકાર કર્યો હતો.

આ પહેલા પણ અમદાવાદમાં આવી ઘટના સામે આવી હતી. જે બાદ આરોગ્ય વિભાગે હોટલો, રેસ્ટોરંટમાં ચેકિંગ હાથ ધર્યું હતું અને બેદરકારી દાખવનારા એકમોને સિલ કરવા સહિતની કામગીરી કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter