રાજકોટઃ ગેમઝોન અગ્નિકાંડ બાદ ફાયર સેફટીથી માંડીને પોલીસ પરમિશનને લઈને ચર્ચા ઉઠી છે. એટલુ જ નહીં, ભ્રષ્ટ બાબુઓ સામે જનતામાં પણ જોરદાર આક્રોશ છે. અહીં રાજકીય પીઠબળ વગર ગેમઝોન મંજૂરીનો ખેલ શક્ય જ નથી. દરમિયાન ભાજપના રાજ્યસભા સાંસદ રામ મોકરીયાએ ફાયર વિભાગને એનઓસી માટે રૂપિયા આપ્યાં હોવાની ચર્ચાઓ થઇ રહી છે. તેમણે પ્લાન પાસ કરાવવા 70 હજાર રૂપિયા ચીફ ઓફિસરને આપ્યાં હોવાનો ઘટસ્ફોટ થયો છે. ડેપ્યુટી ફાયર ઓફિસર ભીખા ઠેભાની હાલમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. મોકરિયાએ તેમને સર્વે નંબર 105માં મૂકેલો પ્લાન પાસ કરાવવા રૂપિયા 70 હજાર આપ્યાં હતા.
આ અંગે એક ખાનગી ચેનલના રિપોર્ટર તેમને સવાલ કરતાં તેઓ ભડક્યાં હતા અને દાદાગીરી કરીને કહ્યું કે મારી ઈચ્છા નથી, મારે જવાબ નથી આપવો. હું કહું તો જ મને પ્રશ્ન પૂછવાનો કહી હું તમારી પર કેસ કરીશ તેમ કહ્યું હતું. રૂપિયા 70 હજાર આપ્યાં હતા ત્યારે રામ મોકરિયા સાંસદ ન હતા. કામ કરવામાં માટે પૈસા આપવા પડતા હોવાની રામ મોકરિયાએ વાત કરી હતી. જો કે અંતમાં કામ ન થતા ચીફ ફાયર ઓફિસર પૈસા પરત આપી ગયા હતા.
મોકરિયાએ ખાનગી ટીવી ચેનલના પત્રકારને ઘરની બહાર કાઢીને તુ તારી કરી નાખ્યો હતો અને ન બોલવાના શબ્દો કહીને કહ્યું હતુ કે હું કહું તે જ સવાલ પૂછવાનો. તેમને પત્રકારને ધમકી આપતા કહ્યું કે તું મારા ઘરમાં કેમ આવ્યો છે, પત્રકારે માત્ર એટલું જ પુછ્યું હતુ કે તમે ફાયર ઓફિસરને 70 હજાર રૂપિયાની લાંચ આપી હતી કે નહીં
ગઇકાલે પ્રેસ કોન્ફરન્સ મુકીને ભાગી ગયા હતા
ભાજપના નેતાઓ મીડિયાના સવાલોના મારાથી પ્રેસ કોન્ફરન્સ અધૂરી મુકીને ભાગી રહ્યાં હતા.ત્યારે ભાજપના સાંસદ રામ મોકરીયા બિભત્સ શબ્દો બોલતા હોય તેવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. મોકરીયાએ સાંસદ પદની ગરીમાને લજવી છે. મીડિયાના સવાલો પર રામ મોકરીયા અકળાયા હતા અને જાહેરમાં અશોભનીય વર્તન કર્યુ હતું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526