રાજકોટઃ ભારત બેકરીના ટોસ્ટના નમૂના ફેઇલ, શરીર માટે ઘાતક કેમિકલ મળી આવ્યું- Gujarat Post

09:08 PM Dec 16, 2023 | gujaratpost

અગાઉ પણ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળને લઇને ભારત બેકરી વિવાદમાં આવી હતી

ઓગસ્ટમાં લેવાયેલા સેમ્પલના રિપોર્ટ હવે આવ્યાં

અત્યાર સુધીમાં લાખો રૂપિયાના વેચાઈ ગયા ટોસ્ટ

Trending :

રાજકોટઃ દૂધ, ઘી, પનીર, જીરું સહિતની વસ્તુઓમાં નકલીની ભરમાર સામે આવ્યાં બાદ હવે રાજકોટની નામાંકીત ભારત બેકરીના ટોસ્ટના નમૂના ફેઇલ થયા છે. ટોસ્ટમાંથી સેકરીન, સિન્થેટિક કલરની ભેળસેળ મળી આવ્યાં છે. આ ભેળસેળ વાળી વસ્તુ ખાવાથી આંતરડા,ચામડી અને પેટને લગતા રોગ થાય છે. ઉપરાંત આવી વસ્તુઓ લાંબો સમય સુધી ખાવાથી આંતરડાનું કેન્સર પણ થઈ શકે છે. ઓગસ્ટ મહિનામાં RMCના ફૂડ વિભાગ દ્વારા સેમ્પલ લેવામાં આવ્યાં હતા, જેનો 4 મહિના બાદ રિપોર્ટ આવ્યો હતો. 19 ઓગસ્ટના રોજ ટોસ્ટ ઉપરાંત બ્રાઉન બ્રેડના સેમ્પલ લેવાયા હતા. કેકમાં ઈંડાનો ઉપયોગ કરાતો હોવાની શંકાના આધારે નમૂના લેવાયા હતા, જેનો કોઈ પણ પ્રકારનો રિપોર્ટ નથી આવ્યો. માત્ર ટોસ્ટનો જ રિપોર્ટ આવ્યો છે. જો કે આટલા મહિના સુધી રિપોર્ટ ન આવતાં લાખો રૂપિયાના ટોસ્ટ વેચાઈ ગયા છે અને લોકોના આરોગ્ય સાથે ચેેડાં કરવામાં આવ્યાં છે.

બીજી તરફ ગઈકાલે રાજકોટના સંકલ્પ હોટલમાં ઢોંસા સાથે અપાતા સાંભરમાંથી માખી નીકળી હતી. જેનો વીડિયો ગ્રાહકે બનાવ્યો હતો. ત્યારબાદ હોટલના મેનેજરને બોલાવી તેને જાણ કરી હતી. જો કે મેનેજરે બચાવમાં કહ્યું કે ભૂલ થઈ ગઈ હશે. જોકે, આ વીડિયો વાયરલ  થયો હતો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post