+

રાજકોટમાં 24 કલાકમાં હાર્ટએટેકથી બે લોકોનાં મોત, પરિવારનો કાળો કલ્પાંત- Gujarat Post

(demo pic) રાજકોટઃ હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ લઇ રહ્યો નથી, છેલ્લા 24 કલાકમાં વધુ બે લોકોનાં હાર્ટ એટેકે ભોગ લેતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે. અટીકામાં 80 ફૂટ રોડ પર ગોપવંદના સોસ

(demo pic)

રાજકોટઃ હાર્ટ એટેકથી મોતનો સિલસિલો અટકવાનું નામ લઇ રહ્યો નથી, છેલ્લા 24 કલાકમાં વધુ બે લોકોનાં હાર્ટ એટેકે ભોગ લેતા પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે. અટીકામાં 80 ફૂટ રોડ પર ગોપવંદના સોસાયટીમાં રહેતા પ્રવિણ બેચરભાઇ લીંબાસીયા (ઉ.વ. 53) ઘરે હતા ત્યારે એકાએક ઢળી પડતા સિવિલમાં ખસેડાયા હતા. જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું. બનાવની જાણ થતાં ભકિતનગર પોલીસે હોસ્પિટલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. હાર્ટ એટેકથી મોત થયાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું.

બીજા બનાવમાં કેસરે હિંદ પુલ પાસે બન્યો હતો. 42 વર્ષનો વ્યક્તિ એકાએક ઢળી પડતા બેભાન હાલતમાં સિવિલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મૃત્યું નિપજ્યું હતું. એ-ડીવીઝન પોલીસે જરૂરી કાગળો કરી મૃતકની ઓળખ મેળવવા તપાસ કરતાં તે ઇશાક મન્સુરી હોવાનું અને રેનબસેરા પાસે રહેતો હોવાનું ખુલ્યું હતું. ઇશાકને પણ હાર્ટ એટેક આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું હતું.

ભારતમાં કોવિડ -19 રસીને કારણે લોકોમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું હોવાની ચર્ચા છે જો કે સરકાર આ મામલે તપાસ કરી રહી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

Trending :
facebook twitter