રાજકોટ ગેમઝોન અગ્નિકાંડઃ મનસુખ સાગઠિયા નીકળ્યો સૌથી મોટો ભ્રષ્ટ, ACB એ શોધી કાઢી રૂ.10 કરોડની સંપત્તિ

10:17 AM Jun 20, 2024 | gujaratpost

રાજકોટઃ  ACBએ મનસુખ સાગઠિયા વિરૂદ્ધ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે. સાગઠીયા સાથે સંકળાયેલા ત્રણ સ્થળો પર દરોડા પાડતા 10 કરોડ 55 લાખથી વધુની મિલકતો મળી આવી છે. ગેમ ઝોન આગ કાંડ કેસમાં જવાબદાર ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી સાગઠીયા અપ્રમાણસર મિલકતોનો પર્દાફાશ થયો છે.

સાગઠીયાની સંપત્તિની તપાસ માટે ACBએ દરોડા પાડ્યાં હતા. રાજકોટના સોખડામાં જય બાબરી પેટ્રોલ પંપ, ઇન્ડસ્ટ્રીયલ ગોડાઉન, જય બાબરી પેટ્રોલ પંપ- ગોમટા, ગોંડલ, ગેસ એજન્સી અને અમદાવાદમાં અદાણી શાંતીગ્રામમાં ફ્લેટ, બાલાજી ગ્રીન પાર્કમાં પ્લોટ સહિતની બેનામી સંપત્તિ મળી આવી છે. આ ઉપરાંત તેને 8 વખત વિદેશ પ્રવાસ કર્યાં હોવાનું સામે આવ્યું છે.

SITનો રિપોર્ટ હવે રજૂ થશે ત્યારબાદ સરકાર તે રિપોર્ટ હોઈકોર્ટમાં રજૂ કરશે. ગેમઝોન અગ્નિકાંડની તપાસ માટે ત્રણ અધિકારીઓની હાઈલેવલ કમિટી બનાવાઇ છે. આ કમિટી તપાસ કરીને 30 જૂન સુધીમાં રિપોર્ટ આપશે. જવાબદાર અધિકારીઓ અને પદાધિકારીઓ સામે કાર્યવાહી કરવા આવશે. આ મુદ્દે કાર્યવાહી ચાલી રહી છે. નોંધનિય છે કે ટીઆરબી ગેમ ઝોનમાં લાગેલી આગમાં 27 નિર્દોષ લોકોનાં મોત થઇ ગયા છે, જેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526