+

અધિકારીએ આત્મહત્યા કરી, CBI થી બચવા પત્નીએ 50 લાખ રૂપિયા ભરેલું પોટલું ફ્લેટની ગેલેરીમાં ફેંક્યું

અધિકારીના ઘરમાંથી કુલ 1 કરોડ રૂપિયા જેેટલી રકમ મળી રાજકોટઃ DGFT ના અધિકારી જવાલાલ બિન્નોઇએ ઓફિસના ચોથા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી, સીબીઆઇની કસ્ટડીમાં જ આત્મહત્યા કરતા આ મામલે તપાસ શરૂ

અધિકારીના ઘરમાંથી કુલ 1 કરોડ રૂપિયા જેેટલી રકમ મળી

રાજકોટઃ DGFT ના અધિકારી જવાલાલ બિન્નોઇએ ઓફિસના ચોથા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી, સીબીઆઇની કસ્ટડીમાં જ આત્મહત્યા કરતા આ મામલે તપાસ શરૂ કરાઇ છે, આ કેસમાં બિન્નોઇ સમાજ ભારે રોષમાં છે, સીબીઆઇના અધિકારીઓ સામે તપાસની માંગ થઇ રહી છે.પરંતુ સત્ય એ પણ છે કે મૃતક અધિકારીએ 5 લાખ રૂપિયાની લાંચ લીધી અને સીબીઆઇએ તેમની ધરપકડ કરી લીધી હતી. સામે આવ્યું છે કે સીબીઆઇથી બચવા મૃતકના પત્નીએ 50 લાખ રૂપિયા રોકડા અને ચાંદી ભરેલું એક પોટલું પોતાના ફ્લેટમાંથી અન્ય ફ્લેટની ગેલેરીમાં ફેંકી દીધું હતુ, જે ફ્લેટ બંધ હતો, આ પોટલું હવે સીબીઆઇને મળ્યું છે, આટલી મોટી રકમ મળતા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાનું નક્કિ છે. આ અધિકારીએ અન્ય વેપારીઓ પાસેથી પણ રૂપિયા લીધા હોય શકે છે, 

શું હતો આ સમગ્ર મામલો ??

ડાયરેક્ટર જનરલ ફોરેન ટ્રેડના જોઈન્ટ ડાયરેક્ટર જવાલાલ બિસ્નોઇ સીબીઆઇની ટ્રેપમાં આવી ગયા હતા. NOC આપવા માટે રૂપિયા 9 લાખની લાંચ માંગી હતી, જેમાં પહેલો હપ્તો 5 લાખ રૂપિયા લેતા જ તેઓ સીબીઆઈના હાથે ઝડપાઇ ગયા હતા. લાંચ લીધાના કલાકો બાદ જ તેમને આત્મહત્યા કરી લીધી હતી.

ફૂડ એક્સપોર્ટની NOC માટે લીધી હતી લાંચ

ઓફિસની બિલ્ડિંગ પરથી છલાંગ લગાવીને કરી આત્મહત્યા 

પરિવારનું કહેવું છે કે સીબીઆઇની હેરાનગતિને કારણે આ અધિકારીએ આત્મહત્યા કરી છે, તેમને લાશ લેવાનો ઇનકાર કરીને વડાપ્રધાન આ મામલે તપાસ કરાવે તેવી માંગ કરી છે, અધિકારી રાજસ્થાનના હોવાથી અશોક ગેહલોતને પણ અપીલ કરાઇ છે કે આ મામલે યોગ્ય તપાસ કરવામાં આવે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

facebook twitter