Latest Ahmedabad News: અમદાવાદમાં આજે વહેલી સવારથી જ વરસાદ છે. ધીમી ધારે વરસી રહેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના બાપુનગર, નિકોલ, નરોડા, ઠક્કરનગર, ઓઢવ, બોપલ, એસ.જી હાઈવે, થલતેજ, જુહાપુરા, સરખેજ, પાલડી, ગોતા, વેજલપુર, ઈસનપુર, મણિનગર, વટવા, શેલા, ઘુમા, બોડકદેવ, સિંધુભવન, પ્રહલાદનગર, જોધપુર, વાસણા સહિતના વિસ્તારોમાં વરસાદ છે.
અમદાવાદ શહેરમાં અત્યાર સુધીમાં 12.40 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 38.60 ટકા વરસાદ વરસ્યો છે. છેલ્લા ત્રણ વર્ષમાં અમદાવાદ શહેરમાં નોંધાયેલો આ સૌથી ઓછો વરસાદ છે. વર્ષ 2023માં 28મી જુલાઇ સુધી 23.77 ઈંચ સાથે સરેરાશ 74.54 ટકા જ્યારે વર્ષ 2022માં 26.73 ઈંચ સાથે 85.33 ટકા વરસાદ વરસી ચૂક્યો હતો. જેની સરખામણીએ આ વર્ષે અડધોઅડધ ઓછો વરસાદ પડ્યો છે.
હવામાન વિભાગના મતે અમદાવાદમાં આગામી 3 દિવસ હજુ માત્ર હળવાથી મધ્યમ વરસાદની જ સંભાવના છે. અમદાવાદ જિલ્લામાં હજુ સુધી 9.35 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 35 ટકા વરસાદ નોંધાયો છે. અમદાવાદ જિલ્લામાંથી આ વખતે 13.45 ઈંચ સાથે ધંધુકામાં સૌથી વધુ અને વિરમગામમાં 5.20 ઈંચ સાથે સૌથી ઓછો વરસાદ પડ્યો છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/