+

પાટણમાં રાહુલના વિરોધમાં ક્ષત્રિયોએ કાળા વાવટાં દેખાડ્યાં, રાહુલે કહ્યું ભારતમાં લોકતંત્રની મોદી સરકારે હત્યા કરી નાખી

ઉદ્યોગપતિઓને લઇને મોદી સરકાર પર રાહુલ ગાંધીનું નિશાન દેશમાં માત્ર 22 ઉદ્યોગપતિઓ એવા છે જેમની પાસે 70 કરોડ ભારતીયો જેટલી સંપત્તિ છે   મોદી સરકારે ખેડૂતોના દેવા માફ કરવાની જગ્યાએ ઉદ્યોગપતિઓના

ઉદ્યોગપતિઓને લઇને મોદી સરકાર પર રાહુલ ગાંધીનું નિશાન

દેશમાં માત્ર 22 ઉદ્યોગપતિઓ એવા છે જેમની પાસે 70 કરોડ ભારતીયો જેટલી સંપત્તિ છે
 
મોદી સરકારે ખેડૂતોના દેવા માફ કરવાની જગ્યાએ ઉદ્યોગપતિઓના 16 લાખ કરોડ રૂપિયા માફ કરી દીધા

પાટણઃ આજે રાહુલ ગાંધી પાટણના લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરના ચૂંટણી પ્રચારમાં આવ્યાં હતા, જ્યાં તેમની સાથે કોંગ્રેસના અનેક સિનિયર નેતાઓ હાજર હતા, રાહુલે મોદી સરકાર પર આરોપ લગાવીને કહ્યું કે આ લોકોએ દેશમાં લોકતંત્રની હત્યા કરી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે હવે દેશમાં સંવિધાન બચશે કે નહીં તે પણ મોટો સવાલ છે, અમારી કોંગ્રેસ અત્યારે સંવિધાન બચાવવામાં લાગી છે, દેશમાં બે વિચારણધારાઓ વચ્ચે લડાઇ ચાલી રહી છે.

રાહુલે સંઘ અને ભાજપ પર પ્રહાર કરીને કહ્યું કે આ લોકોએ દેશને બરબાદ કર્યો છે. કોંગ્રેસની સરકાર આવશે તો અમે ગરીબ મહિલાઓ માટે લક્ષ્મી યોજના લાવીશું અને મહિને તેમના બેંક ખાતામાં 8500 રૂપિયા ટ્રાન્સફર કરીશું.

રાહુલ ગાંધીએ રાજા-મહારાજાઓ અત્યાચારી હોવાની વાત કરી હતી, જે મામલે પાટણની સભા પહેલા ક્ષત્રિયો પહોંચ્યાં હતા અને તેમને કાળા વાવટા દેખાડીને વિરોધ કર્યો હતો, જો કે પોલીસે 17 જેટલા ક્ષત્રિય યુવાઓની અટકાયત કરી હતી. બીજી તરફ રાજાઓ પરના નિવેદન મામલે ભાજપે પણ રાહુલની ઝાટકણી કાઢીને સવાલ કર્યો હતો કે રાહુલ ગાંધીને નિઝામો અને સુલ્તાનોના અત્યાચાર કેમ યાદ નથી આવતા. ?? તેમને હિન્દુ રાજાઓનું અપમાન કર્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter