નવી દિલ્હીઃ સંસદના ચોમાસુ સત્રમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ભાજપ અને પીએમ મોદીની ઝાટકણી કાઢી હતી. રાહુલે કહ્યું કે હું બોલવાનું ચાલુ કરીશ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગૃહમાં પણ નહીં દેખાય. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી બજેટ મુદ્દે બોલી રહ્યાં હતા અને તેમને કહ્યું કે અમારા ઇન્ડિયા ગઠબંધનને કારણે તમારો વિશ્વાસ હવે ડગી ગયો છે.
રાહુલે કહ્યું કે આ લોકોના રાજમાં દેશમાં ડરનો માહોલ છવાયેલો છે. ભાજપમાં માત્ર એક જ વ્યક્તિ વડાપ્રધાન બની શકે છે, તેમ કહીને તેમને મોદી પર પ્રહાર કર્યો હતો. રાહુલે દેશમાં બેરોજગારી અને પેપર લિકનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તે માટે મોદી સરકારને જવાબદાર ઠેરવી હતી.
ખેડૂતોને પાકના પુરતા ભાવ ન મળતા હોવાનો મુદ્દો ઉપાડીને દેશના કરોડો ખેડૂતોની તરફેણમાં રાહુલે મોદી સરકારને ઘેરી હતી. સાથે જ દિલ્હી કોચિંગ સેન્ટરમાં ત્રણ વિદ્યાર્થીઓનાં મોતનો મુદ્દો પણ તેમને ઉઠાવ્યો હતો અને જવાબદારો સામે સખત કાર્યવાહીની માંગ કરી હતી. રાહુલે ફરીથી હિન્દત્વનો મુદ્દો ઉઠાવીને કહ્યું કે તમે પોતાને હિન્દુ સમજો છો પરંતુ હિન્દુ જેવું કામ નથી કરતા. અગાઉ તેમને ભગવાન શિવનો ફોટો સંસદમાં બતાવીને મોદી સરકાર અને સંઘની ઝાટકણી કાઢી હતી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526