Rahul Gandhi: અમેરિકામાં રાહુલ ગાંધી, કહ્યું ભારત અને પશ્ચિમી દેશો બેરોજગારીનો સામનો કરી રહ્યાં છે

09:25 AM Sep 09, 2024 | gujaratpost

Rahul Gandhi USA Visit: લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી ત્રણ દિવસીય અમેરિકાના પ્રવાસે છે. તેમણે ડલાસ ખાતે યુનિવર્સિટી ઓફ ટેક્સાસના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી હતી.કહ્યું કે ભારત, અમેરિકા અને પશ્ચિમી દેશોમાં બેરોજગારીની સમસ્યા છે, જ્યારે ચીન આ સમસ્યાનો સામનો કરી રહ્યું નથી. તેણે કારણ પણ જણાવ્યું. તેમણે કહ્યું કે ચીન વૈશ્વિક ઉત્પાદન પર પ્રભુત્વ ધરાવે છે અને તેથી જ રોજગાર આપવામાં તે પ્રથમ સ્થાને છે. તેમણે ભારતમાં મેન્યુફેક્ચરિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

રાહુલે કહ્યું કે ભારતમાં કૌશલ્યોની કોઈ કમી નથી. જો ભારત પોતાને ઉત્પાદન માટે તૈયાર કરવાનું શરૂ કરે છે તો તે ચીન સાથે સ્પર્ધા કરી શકે છે. તેમણે વ્યાવસાયિક અને શિક્ષણ પ્રણાલી વચ્ચેના અંતરને દૂર કરવા માટે વ્યાવસાયિક તાલીમને પ્રોત્સાહન આપવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે શિક્ષણ પ્રણાલીની વૈચારિક પકડનો પણ ઉલ્લેખ કર્યો.

ભારત જોડો યાત્રાની શરૂઆત અને તેની પાછળનું કારણ જણાવતા રાહુલ ગાંધીએ કહ્યું કે દેશમાં વાતચીત કરવાના તમામ રસ્તા બંધ કરી દેવાયા હતા. પહેલો સવાલ એ છે કે મેં 4 હજાર કિલોમીટરની યાત્રા શા માટે કરી ? તેનું કારણ એ હતું કે ભારતમાં કમ્યુનિકેશનના તમામ રસ્તાઓ બંધ કરી દેવાયા. અમે સંસદમાં બોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેનું પ્રસારણ ન થયું. અમે મીડિયાનો સંપર્ક કર્યો, પરંતુ તેઓએ અમારી વાત સાંભળી નહીં. અમે કાનૂની સંસ્થાઓને દસ્તાવેજો પણ સબમિટ કર્યા હતા, પરંતુ કોઈ પરિણામ આવ્યું ન હતું. દરેક જગ્યાએ રસ્તાઓ બંધ થઇ ગયા હતા. જનતા સુધી કેવી રીતે પહોંચવું તે સમજાતું ન હતું. ત્યારે અચાનક મારા મનમાં વિચાર આવ્યો કે જો મીડિયા અને સંસ્થાઓ જનતા સાથે જોડાવા માટેનું માધ્યમ ન બની શકે તો મારે સીધું જનતાની વચ્ચે જવું પડશે. આ માટેનો શ્રેષ્ઠ માર્ગ સમગ્ર દેશમાં પગપાળા મુસાફરી કરવાનો હતો અને મેં એ જ કર્યું. તેમને અહીં પણ ભાજપ અને મોદી સરકાર પર પ્રહારો કર્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526