+

Rahul Gandhi: રાહુલ ગાંધીએ અમેરિકામાં કાઢી મોદીની ઝાટકણી, ચીને લદ્દાખમાં દિલ્હી જેટલી આપણી જમીન પર કબ્જો કરી લીધો અને સરકાર ચૂપ છે

Latest Rahul Gandhi News: રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. જ્યાં તેઓ એકબાદ એક સનસનીખેજ દાવા કરી રહ્યાં છે. અમેરિકાના પ્રવાસે ગયેલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ભારત-ચીન સરહદ વિવાદનો મુદ્દ

Latest Rahul Gandhi News: રાહુલ ગાંધી હાલ અમેરિકાના પ્રવાસે છે. જ્યાં તેઓ એકબાદ એક સનસનીખેજ દાવા કરી રહ્યાં છે. અમેરિકાના પ્રવાસે ગયેલા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ભારત-ચીન સરહદ વિવાદનો મુદ્દો ઉઠાવ્યો અને આરોપ લગાવ્યો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીન સાથે યોગ્ય કાર્યવાહી કરી નથી, તેમને કહ્યું કે જો ચીન અમેરિકાની 4,000 ચોરસ કિ.મી જમીન પર કબ્જો કરી લે તો અમેરિકા શું કરશે ? તમારા રાષ્ટ્રપતિ શું કરશે ? રાહુલે એક રીતે કહ્યું કે મોદી સરકારે અમારી જમીનને લઇને ચીન પર કોઇ કાર્યવાહી નથી કરી. જો કે, તેમણે પોતાના દાવાને સમર્થન આપવા માટે કોઈ પુરાવા આપ્યાં નથી.

અમેરિકી રાજધાની વોશિંગ્ટન ડીસીમાં નેશનલ પ્રેસ ક્લબમાં બોલતા રાહુલ ગાંધીએ કહ્યું, કે  અમારા વિસ્તારમાં ચીની સૈનિકોની હાજરીને યોગ્ય રીતે નિપટવા જેવી બાબત છે,  દિલ્હીએ લદ્દાખમાં શું કર્યું, ચીનના સૈનિકોએ જમીન પર કબ્જો કર્યો છે ? મને લાગે છે કે આ એક આપત્તિ છે.

ભારત-પાકિસ્તાન સંબંધો પર કોંગ્રેસ નેતાએ કહ્યું, 'પાકિસ્તાન અમારા દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપે છે અને બંને દેશો પાછળ રહી ગયા છે. પાકિસ્તાન આતંકવાદ ચલાવે છે તે અમે ક્યારેય સ્વીકારીશું નહીં અને જ્યાં સુધી તે આવું કરશે ત્યાં સુધી સમસ્યાઓ ચાલુ રહેશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

Trending :
facebook twitter