નવી દિલ્હીઃ તાજેતરમાં જાહેર થયેલા મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણી પરિણામોમાં કૉંગ્રેસની કારમી હાર થઇ છે. શુક્રવારે નવી દિલ્હીમાં કૉંગ્રેસ પાર્ટી કાર્ય સમિતિની બેઠક મળી હતી. જેમાં કૉંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતુ કે ઈવીએમને કારણે હાર થઇ છે. સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી થાય તેની ખાતરી કરવાનું ચૂંટણી પંચનું બંધારણીય કર્તવ્ય છે. કૉંગ્રેસના ટોચના નેતાઓએ શુક્રવારે દેશની રાજકીય સ્થિતિ પર ચર્ચા-વિચારણા કરી અને મહારાષ્ટ્ર તથા હરિયાણામાં પાર્ટીના ખરાબ પ્રદર્શનની ચર્ચા કરી હતી. જેમાં અનેક નેતાઓએ ચૂંટણી પ્રક્રિયામાં અનિયમિતતાનો આરોપ લગાવ્યો હતો.
ખડગેએ કૉંગ્રેસની અંદર ચાલતી આંતરિક ખેંચતાણને લઈને કહ્યું, હું વારંવાર આપ તમામને કહું છું તે પરસ્પર એકતાની કમી અને એકબીજા સામે નિવેદનબાજી આપણને ઘણું નુકસાન પહોંચે છે. જ્યાં સુધી આપણે એક થઈને ચૂંટણી નહીં લડીએ, પરસ્પર એકબીજા સામે નિવેદનબાજીનો સિલસિલો બંધ નહીં કરીએ ત્યાં સુધી આપણે વિરોધીઓને કેવી રીતે હરાવી શકીશું ? તેમણે કહ્યું કે, પાર્ટીને પોતાના હરિફોના પ્રચાર અને ખોટી માહિતીનો અસરકારક રીતે મુકાબલો કરવા એક વ્યૂહરચના વિકસાવવી પડશે.
રાહુલ ગાંધીએ ખડગેને પાર્ટીના ખરાબ પરિણામને ધ્યાનમાં રાખી આકરા નિર્ણય લેવાનો આગ્રહ કર્યો હતો. જ્યારે ચૂંટણીને લઈ જવાબદારી નક્કી કરવાની વાત થઈ રહી હતી ત્યારે રાહુલ ગાંધીએ ‘ખડગેજી... એકશન લો’ તેમ કહ્યું હતું. એક રીતે રાહુલે પોતાના કરતા મોટા ખડેગેને ખખડાવી નાખ્યાં હોવાના અહેવાલ આવી રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++