+

રાહુલ ગાંધીએ રાજકોટના પીડિતો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી, કહ્યું કોંગ્રેસ તમારી સાથે છે, ન્યાય અપાવીશું

રાજકોટઃ ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત બની રહી હોવાનું દેખાય છે, શક્તિસિંહ ગોહિલની રણનીતિ અને જીગ્નેશ મેવાણી જેવા આક્રમક ધારાસભ્યને કારણે હવે કોંગ્રેસ ખરી કોંગ્રેસ બનતી દેખાઇ રહી છે, કોંગ્રેસમાંથી ઘણો કચરો

રાજકોટઃ ગુજરાતમાં કોંગ્રેસ મજબૂત બની રહી હોવાનું દેખાય છે, શક્તિસિંહ ગોહિલની રણનીતિ અને જીગ્નેશ મેવાણી જેવા આક્રમક ધારાસભ્યને કારણે હવે કોંગ્રેસ ખરી કોંગ્રેસ બનતી દેખાઇ રહી છે, કોંગ્રેસમાંથી ઘણો કચરો સાફ થઇ ગયા પછી હવે જનતા પણ ન્યાયની આશા રાખીને બેઠી છે, ત્યારે આજે રાહુલ ગાંધી, વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી, ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે રાજકોટના ટીઆરપી ગેમઝોનના પીડિત પરિવારો સાથે વીડિયો કોન્ફરન્સથી વાત કરી હતી અને તેમની વેદના સમજી હતી, પરિવારોની આંખોમાં આંસુ દેખાઇ રહ્યાં હતા અને તેઓ ન્યાયની માંગ કરી રહ્યાં હતા. ગેમઝોન દુર્ઘટનામાં 28 લોકોનાં મોત થઇ ગયા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે અમે તમારી સાથે છીએ, સ્વજનોના મોત પર તેમને દુખ વ્યક્ત કર્યું છે. કોંગ્રેસ દ્વારા પીડિતોને ન્યાય અપાવવા આગામી 25 તારીખે રાજકોટ બંધનું એલાન અપાયું છે અને પરિવારોને ન્યાય અપાવવા ઉગ્ર આંદોલન કરાશે.

બીજી તરફ SIT એ સરકારને આ મામલે રિપોર્ટ સોંપી દીધો છે, પરંતુ કોંગ્રેસ અને પરિવારજનોનો આરોપ છે કે SITમાં જે અધિકારીઓ છે તેઓ તટસ્થ છે, તેમને હટાવીને નવી SIT બનાવવામાં આવે, સરકારે મૃતકોના પરિવારજનોને માત્ર 4-4 લાખ રૂપિયાની સહાય આપી છે, જ્યારે કોંગ્રેસ માંગ કરી છે કે આ રકમ 1-1 કરોડ રૂપિયા જેટલી હોવી જોઇએ. આ મામલે હવે કોંગ્રેસ આક્રમક બની રહી છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

 

facebook twitter