નવી દિલ્હીઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે બાંગ્લાદેશમાં હિન્દુ સમૂદાયના લોકોને નિશાન બનાવવા મામલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ત્યાં રહેતા હિન્દુઓને નિશાન બનાવવામાં આવી રહ્યાં છે. તેઓને કોઈપણ પ્રકારનો અન્યાય અને અત્યાચારનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવાની જવાબદારી આપણા દેશની છે. સ્વતંત્રતા દિવસના અવસરે RSS મુખ્યાલયમાં ધ્વજ ફરકાવ્યાં બાદ તેમણે આ વાત કહી હતી
તેમણે કહ્યું, આઝાદીના 'સ્વ'ની રક્ષા કરવી એ આવનારી પેઢીની ફરજ છે. દુનિયામાં હંમેશા એવા લોકો હોય છે જે અન્ય દેશો પર પ્રભુત્વ જમાવવા માંગે છે. આપણે સતર્ક અને સાવધ રહેવું પડશે. ભાગવતે કહ્યું, હવે આપણે પરિસ્થિતિ જોઈ શકીએ છીએ. પાડોશી દેશમાં ઘણી હિંસા થઈ રહી છે. ત્યાં રહેતા હિન્દુઓને બિનજરૂરી હિંસાનો સામનો કરવો પડી રહ્યો છે.
તેમણે કહ્યું કે ભારતની પરંપરા અન્યને મદદ કરવાની છે. અમે છેલ્લા કેટલાક વર્ષોમાં જોયું છે કે ભારતે ક્યારેય કોઈ પર હુમલો કર્યો નથી. તેના બદલે, અમે મુશ્કેલીમાં રહેલા લોકોને મદદ કરી, પછી ભલે તેઓ અમારી સાથે કેવી રીતે વર્તે. આ સ્થિતિમાં આપણે જોવું પડશે કે આપણો દેશ સુરક્ષિત રહે. અન્ય દેશોને પણ મદદ કરો. બીજી તરફ પીએમ મોદીએ પણ બાંગ્લાદેશમાં હિન્દુઓની સ્થિતી પર ચિંતા વ્યક્ત કરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526