ક્ષત્રિયો હવે પાછા નહીં હટે...રાજકોટથી રૂપાલાનું પત્તુ લગભગ કપાઇ જશે. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હીમાં- Gujarat Post

08:27 PM Apr 04, 2024 | gujaratpost

રાજકોટઃ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર કરેલી ટિપ્પણીનો વિવાદ હજુ શમવાનું નામ નથી લઈ રહ્યો. આ વિવાદ વકરી રહ્યો છે અને ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થઈ રહ્યાં છે. રૂપાલાની ટિપ્પણીનો વિવાદ અન્ય રાજ્યોમાં પણ પહોંચ્યો છે.

રૂપાલાની ટિપ્પણી અને કેટલીક સીટો પર ઉમેદવારો સામે વિરોધ થતાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યાં છે. જ્યાં તેઓ પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ તથા અન્ય ટોચના નેતાઓ સાથે મળી વિવાદનો કેવી રીતે ઉકેલ લાવવો તની ચર્ચા કરશે. રાજકોટના કેટલાક ગામોમાં રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપ નેતાઓએ ગામમાં પ્રચાર કરવા આવવું નહીં તેવા બેનરો લાગતાં ભાજપમાં ફફડાટ ફેલાયો છે.

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે, 3 એપ્રિલે રૂપાલા હાઈકમાન્ડને મળીને ચર્ચા કરશે. પાર્ટીદાર મતદારોના પ્રભુત્વને જોતાં ભાજપ હાઈકમાન્ડે પરષોત્તમ રૂપાલાને રાજકોટ બેઠક પરથી ચૂંટણી મેદાને ઉતાર્યા હતાં.જો કે ચૂંટણી પ્રચાર દરમિયાન રૂપાલાએ ટિપ્પણી કરતાં ક્ષત્રિયો રોષે ભરાયા છે. હવે ક્ષત્રિયોની એક જ માગ છે કે, સમાધાન સ્વીકાર્ય નથી. રૂપાલાની ટિકિટ રદ કરો નહીંતર ભાજપને ચૂંટણીમાં નુકશાન ભોગવવું પડશે.

કરણીસેનાએ પણ જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું છે, જેને જોતા ભાજપે આ બેઠક પર ચોક્કસ કંઇ નિર્ણય લેવો પડે તેવી સ્થિતી ઉભી થઇ છે.

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post