મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી વખતે જ નવો વિવાદ
Maharashtra News: મહારાષ્ટ્ર ભાજપના નેતા અને પૂર્વ સાંસદ પૂનમ મહાજને પોતાના સ્વ.પિતા પ્રમોદ મહાજનની હત્યાને લઈને ચોંકાવનારો દાવો કર્યો છે. તેમને કહ્યું તેમના પિતાની હત્યા એક મોટું ષડયંત્ર હતું, કેન્દ્રીય ગૃહપ્રધાન અને મહારાષ્ટ્રના ગૃહ પ્રધાનને પત્ર લખીને તેમના પિતાની હત્યાની તપાસની માંગ કરશે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂનમ મહાજને દાવો કર્યો હતો કે તેમને તેમના પિતાના મોત પાછળ કોઈ ષડયંત્રની ગંધ આવી રહી છે અને આ હત્યા માટે કેટલાક ગુપ્ત હેતુ હોઈ શકે છે. 2006માં જ્યારે આ ઘટના બની હતી ત્યારે તે કોઈ શંકા ઉપજાવે તેવી સ્થિતિમાં ન હતી. પણ મારા મનમાં મારા પિતાના મોતને લઈને હંમેશા આશંકા હતી. હવે જ્યારે તેમની પાર્ટી કેન્દ્ર અને રાજ્ય બંનેમાં સત્તામાં છે ત્યારે તે ગૃહમંત્રી અમિત શાહ અને દેવેન્દ્ર ફડણવીસ બંનેને પત્ર લખીને સત્ય શોધવા માટે આ મામલે સંપૂર્ણ તપાસની માંગ કરશે. અગાઉ 2022માં પણ પૂનમે ઈશારો કર્યો હતો કે તેના પિતાની હત્યા પાછળ કોઈ માસ્ટરમાઈન્ડ છે અને તેમાં પારિવારિક ઝઘડા કરતાં પણ વધુ છે, જેનો પર્દાફાશ કરવાની જરૂર છે.
પિતા પ્રમોદ મહાજનની હત્યા બાદ પૂનમ મહાજન 2006માં ભાજપમાં જોડાયા હતા. 2009માં ઘાટકોપર વેસ્ટમાંથી પહેલીવાર એમપીની ચૂંટણી લડ્યાં હતા, પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા. 2014માં તેમણે મુંબઈ ઉત્તર મધ્ય બેઠક પરથી કોંગ્રેસના પ્રિયા દત્તને હરાવ્યાં હતા. પૂનમ એક ટ્રેન્ડ પાયલોટ છે. તેમને અમેરિકાના ટેક્સાસથી ટ્રેનિંગ લીધી છે. તેમની પાસે 300 કલાકનો ઉડાનનો અનુભવ છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/