Politics: પંજાબમાં ભાજપને મોટો ફટકો, સુનીલ જાખડે પ્રદેશ અધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું- Gujarat Post

11:14 AM Sep 27, 2024 | gujaratpost

રવનીત સિંહ બિટ્ટુને કેન્દ્રમાં મંત્રી બનાવવામાં આવતા સુનીલ જાખડ પાર્ટીથી નારાજ હતા

તેમની હિન્દુ અને જાટ સમૂદાય પર સારી પક્કડ છે

સુનીલ જાખડ ત્રણ વખત ધારાસભ્ય અને એક વખત સાંસદ રહી ચૂક્યાં છે

Latest Political News: પંજાબમાં પંચાયતની ચૂંટણી પહેલા ભાજપની મુશ્કેલીઓ વધી છે. પંજાબ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સુનીલ જાખડે રાજીનામું આપી દીધું છે. છેલ્લા થોડા દિવસોથી તેઓ પાર્ટીથી નારાજ હતા અને આ કારણે રાજીનામું આપ્યું હોવાનું કહેવાય છે. આ જ કારણ છે કે તે ગુરુવારે પંચાયતની ચૂંટણીની તૈયારીઓને લઈને યોજાયેલી બેઠકમાં પણ જોડાયા ન હતા. જ્યારે આ મામલે એક ભાજપ નેતાએ તેમને ફોન કર્યો તો તેમણે બેઠકમાં જોડાવા અંગે પણ ઈનકાર કરી દીધો હતો. આ સાથે તેમણે ચોખ્ખું કહી દીધું હતું કે હું ભવિષ્યમાં પણ આવી કોઈ બેઠકમાં જોડાવાનો નથી.

2024ની લોકસભા ચૂંટણી પહેલા પંજાબમાં ભારતીય જનતા પાર્ટીમાં મોટો ફેરફાર જોવા મળ્યો હતો. ભાજપે કોંગ્રેસના પૂર્વ નેતા સુનીલ જાખડને પંજાબના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યાં હતા. સુનીલ જાખડ મે 2022માં પંજાબ વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ ભાજપમાં જોડાયા હતા. રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ તેમને ભાજપમાં સામેલ કર્યાં હતા.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526