આતિશીએ સ્પ્રિંગડેલ સ્કૂલ નવી દિલ્હીમાંથી પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું
આતિશી ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી સ્નાતક છે
તે શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ કામગીરી કરવા માટે જાણીતા છે
દિલ્હીની સરકારી શાળાઓમાં સુધારાનો સૌથી મોટો શ્રેય આતિશીને આપવામાં આવે છે
Political News, Atishi New Delhi CM: દિલ્હીના મુખ્યમંત્રી તરીકે હવે આતિશી કાર્યભાર સંભાળશે. અરવિંદ કેજરીવાલે બે દિવસ પહેલાં જાહેરાત કરી હતી કે, તેઓ મુખ્યમંત્રીનું પદ છોડી દેશે અને આમ આદમી પાર્ટીના કોઈ અન્ય નેતા મુખ્યમંત્રીની ખુરશી પર બેસશે. કેજરીવાલના આવાસ પર યોજાયેલી PAC ની આ બેઠકમાં અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સંજય શર્મા, દુર્ગેશ પાઠક, આતિશી, ગોપાલ રાય, ઈમરાન હુસૈન, રાઘવ ચઢ્ઢા, રાખી બિડલાન, પંકજ ગુપ્તા અને એનડી ગુપ્તા હાજર રહ્યાં હતાં.
આતિશી દિલ્હીના ત્રીજા મહિલા મુખ્યમંત્રી બનશે. આતિશી અરવિંદ કેજરીવાલ કેબિનેટમાં સૌથી શક્તિશાળી મંત્રી રહ્યા છે. આતિશીને અરવિંદ કેજરીવાલના નજીકના સહયોગી અને વિશ્વાસુ માનવામાં આવે છે. આતિશી અન્ના આંદોલનના સમયથી સંગઠનમાં સક્રિય છે. આ બેઠકમાં કેજરીવાલે તમામ ધારાસભ્યોની સામે આતિશીના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. જેને તમામ ધારાસભ્યોએ ટેકો આપ્યો હતો. તેમનું નામ પણ રેસમાં આગળ હતું. આતિશી પંજાબી પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેમનું પ્રાથમિક શિક્ષણ દિલ્હીમાં થયું હતું અને ઓક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ છે.
આમ આદમી પાર્ટી તેના 8 વર્ષના કાર્યકાળ દરમિયાન જે સિદ્ધિઓ સૌથી વધુ ગણાવી રહી છે તેમાં શિક્ષણનું ક્ષેત્ર ટોચ પર છે અને આનો ઘણો શ્રેય આતિશીને જાય છે. તેમણે 2013ની વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીનો મેનિફેસ્ટો તૈયાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2014ની લોકસભા ચૂંટણી પહેલા તેમને પ્રવક્તા બનાવવામાં આવ્યાં હતા. ત્યારબાદ વર્ષ 2019માં તેમણે પૂર્વ દિલ્હી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. પરંતુ તે ભાજપના ગૌતમ ગંભીર સામે 4.77 લાખ મતોથી હારી ગયા હતા, વર્ષ 2020 માં તેઓ કાલકાજી વિધાનસભાથી ચૂંટણી જીત્યા. વર્ષ 2023માં પ્રથમ વખત તેમણે દિલ્હીની કેજરીવાલ સરકારમાં મંત્રી તરીકેની જવાબદારી સંભાળી હતી. હવે તે વર્ષ 2024માં દિલ્હીના મુખ્યમંત્રી પદની જવાબદારી સંભાળવા જઈ રહ્યાં છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526