પીએમ મોદીનું દેશને સંબોધન.. ભારતની બહેનોના સિંદૂર ભૂંસનારા આતંકીઓને જ ભૂંસી નાખ્યાં, પરમાણુ હુમલાની ધમકીઓથી ડરવાનું નથી

08:34 PM May 12, 2025 | gujaratpost

પરમાણુ હુમલાની ધમકીઓમાં બ્લેકમેઇલ કરનારાઓને સહન નથી કરવાનાઃ મોદી

પહાડો અને રણમાં ભારતીય સેનાએ શૌર્ય બતાવ્યું છેઃ મોદી

પાકિસ્તાનનું અનેક વખત નામ લઇને મોદીએ આપી ચેતવણી

Trending :

નવી દિલ્હીઃ પાકિસ્તાન સાથે યુદ્ધની સ્થિતી પછી પહેલી વખત પીએમ મોદીએ દેશ જોગ સંદેશ આપ્યો છે, મોદીએ કહ્યું કે આતંકીઓ સામે કાર્યવાહી કરવાને બદલે પાકિસ્તાને ભારતની સ્કૂલો, મંદિરો, ગુરુદ્વારો અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવ્યાં, દુશ્મન દેશ પાકિસ્તાને આપણા સૈન્ય ઠેકાણાંઓને નિશાન બનાવ્યાં પરંતુ દુનિયાએ જોઇ લીધું કે પાકિસ્તાનની મિસાઇલ્સ અને ડ્રોનને ભારતીય સેનાએ ચકનાચૂર કરી નાખ્યાં છે.

મોદીએ કહ્યું કે આતંકવાદીઓએ આપણી બહેનોના સિંદૂર ભૂંસી નાખ્યાં હતા. જેથી આપણી સેનાએ આતંકીઓનો જ ખાત્મો બોલાવી દીધો છે, અંદાજે 100 જેટલા આતંકીઓનો સેનાએ ખાત્મો બોલાવ્યો છે.

પાકિસ્તાન દુનિયાના દેશો પાસે જઇને ભીખ માંગી રહ્યું હતુ કે આ યુદ્ધ બંધ કરાવો, પરંતુ જ્યારે પાકિસ્તાનના ડીજીએમઓએ ભારતનો સંપર્ક કર્યો અને ભૂલ સ્વીકારી, પાકિસ્તાન તરફથી કહેવામાં આવ્યું કે આગળ કોઇ સૈન્ય કાર્યવાહી કે આતંકી ગતિવિધી નહીં થાય, ત્યાર બાદ જ ભારતે યુદ્ધ વિરામ પર વિચાર કર્યો છે. માત્ર હાલ પુરતી આ કાર્યવાહી સ્થગિત કરી છે, આગામી દિવસોમાં કોઇ ઉશ્કેરણી કે આતંકી હુમલો થયો તો ભારતની ત્રણેય સેનાઓ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપશે.

સર્જીકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇક પછી ઓપરેશન સિંદૂર આતંક સામે ભારતની મોટી લડાઇ છે અને આતંકીઓને જવાબ આપવામાં આવશે. જો પાકિસ્તાન પણ તેમા સામેલ થશે તો તેનો બદલો લેવામાં આવશે.

મોદીએ કહ્યું કે પાકિસ્તાની સેના જ પાકના ખાતમાનું કારણ બનશે, જો પાકિસ્તાને બચવું છે તો આતંકવાદીઓનો સાથ આપવાનું બંધ કરી દો, ટેરર અને ટ્રેડ એક સાથે નહીં ચાલે, પાણી અને ખૂન એક સાથે ન ચાલે, ભારત વિશ્વ સમૂદાયને કહેવા માંગે છે કે પાકિસ્તાન સાથે માત્ર આતંકવાદ, પીઓકે મુદ્દે જ વાત કરાશે.