ACB ટ્રેપમાં ફસાયા UGVCL ના જુનિયર એન્જિનિયર, રૂપિયા 50 હજારની લાંચ લીધી હતી

09:46 AM Nov 17, 2025 | gujaratpost

પાટણઃ એસીબીએ વધુ એક ટ્રેપ કરી છે, સમી યુજીવીસીએલ કંપનીના જુનિયર એન્જિનિયરને લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. લાંચિયા એન્જિનિયર ચિંતન પટેલે ખેડૂતના ખેતરમાં વીજ જોડાણ કરી આપવા બાબતે 50 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. પાટણ એસીબીએ સમી યુજીવીસીએલ કચેરી પેટા વિભાગમાં છટકું ગોઠવીને આ શખ્સની ધરપકડ કરી છે.

સમી યુજીવીસીએલ કંપનીમાં પાટણ એસીબીની ટીમ ત્રાટકી હતી. એસીબીએ જુનિયર એન્જિનિયર ચિંતન પટેલને રૂપિયા 50 હજાર લેતા રંગે હાથે ઝડપી લીધા હતા.

ફરિયાદી દ્વારા એસીબીમાં આ અધિકારી સામે ફરિયાદ આપતા એસીબીએ છટકું ગોઠવ્યું હતુ. એસીબીએ આરોપી જુનિયર એન્જિનિયર સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે.