+

પીએમ મોદી આજે વારાણસીમાં, દિવાળી પહેલા આપશે રૂ.6600 કરોડની ભેટ- Gujarat Post

કાશીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી પ્રવાસે છે. તેઓ અહીંથી વારાણસી અને દેશને રૂ. 6,611.18 કરોડની 23 વિકાસ યોજનાઓ ભેટમાં આપીશે. તેમાં વારાણસીના રૂ. 380.13 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન અને રૂ. 2874

કાશીઃવડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસી પ્રવાસે છે. તેઓ અહીંથી વારાણસી અને દેશને રૂ. 6,611.18 કરોડની 23 વિકાસ યોજનાઓ ભેટમાં આપીશે. તેમાં વારાણસીના રૂ. 380.13 કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન અને રૂ. 2874.17 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસનો સમાવેશ થાય છે. સિગરા સ્ટેડિયમના બીજા અને ત્રીજા તબક્કાના નિર્માણ કાર્યનું પણ ઉદ્ઘઘાટન કરવામાં આવશે. આ સ્ટેડિયમમાં 27 માંથી 22 ઓલિમ્પિક રમતોની તૈયારી, તાલીમ અને સ્પર્ધાઓનું આયોજન કરવાની સુવિધાઓ છે.

પીએમ મોદી રવિવારે વાતપુર એરપોર્ટ પહોંચશે. અહીંથી તેઓ હરિહરપુર સ્થિત આરજે શંકરા આઈ હોસ્પિટલનું ઉદ્ઘઘાટન કરશે. ઉપરાંત વડાપ્રધાન કાંચીકામકોટી પીઠના શંકરાચાર્ય શંકર વિજયેન્દ્ર સરસ્વતીની હાજરીમાં પ્રબુદ્ધ લોકો સાથે પણ વાર્તાલાપ કરશે. આ પછી વડાપ્રધાન સાંજે 4 વાગ્યે સિગરા સ્ટેડિયમ પહોંચશે. સ્ટેડિયમમાંથી જ દેશના 23 વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘઘાટન અને શિલાન્યાસ કરશે.

બાબતપુર એરપોર્ટ વારાણસી, બાગડોગરા, દરભંગા અને આગ્રા એરપોર્ટના નવા સિવિલ એન્ક્લેવના નિર્માણ માટે શિલાન્યાસ કરશે. રીવા, મા મહામાયા, અંબિકાપુર અને સરસાવા એરપોર્ટની નવી ટર્મિનલ ઇમારતોનું ઉદ્ઘઘાટન કરશે. આ પછી, આ એરપોર્ટની સંયુક્ત પેસેન્જર ટ્રાફિક ક્ષમતા વાર્ષિક 2.3 કરોડ મુસાફરોથી વધુ હશે. વડાપ્રધાનની જાહેર સભા સ્ટેડિયમમાં જ યોજાશે. તેમાં 20 હજારથી વધુ લોકો ભાગ લે તેવી શક્યતા છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter