દિલ્હી વિસ્ફોટ પર PM મોદીનું ભાષણ, કહ્યું, કોઈ પણ કાવતરાખોરને બક્ષવામાં આવશે નહીં

07:06 PM Nov 11, 2025 | gujaratpost

ભૂટાનઃ સોમવારે રાજધાની દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસ ચાલુ છે. દિલ્હી પોલીસ સહિત અનેક એજન્સીઓ તપાસમાં જોડાઇ છે. અનેક શંકાસ્પદોની અટકાયત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પડોશી દેશ ભૂટાનની મુલાકાત દરમિયાન આતંકીઓને કડક સંદેશ આપ્યો, કહ્યું કે આ ષડયંત્રમાં સામેલ કોઇ પણ શખ્સને છોડવામાં આવશે નહીં. 

પીએમ મોદીએ શું કહ્યું ?

મોદીએ કહ્યું કે દિલ્હીમાં બનેલી ભયાનક ઘટનાએ બધાને ખૂબ દુઃખ પહોંચાડ્યું છે. મેં આખી રાત આ ઘટનાની તપાસમાં સામેલ એજન્સીઓ સાથે બેઠકોમાં વિતાવી. આખો રાષ્ટ્ર પીડિતોના પરિવારો સાથે ઉભો છે. હું તેમનું દુઃખ સમજું છું. એજન્સીઓ આ ષડયંત્રના તળિયે પહોંચશે. કોઈ પણ ષડયંત્રકારને બક્ષવામાં આવશે નહીં. પીએમ મોદીએ અંગ્રેજીમાં સ્પષ્ટપણે કહ્યું કે All those responsible will be brought to justice (જવાબદાર તમામ લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે).

મૃત્યુઆંક 12 પર પહોંચ્યો

દિલ્હીના લાલ કિલ્લા પાસે થયેલો કાર બોમ્બ એટલો શક્તિશાળી હતો કે તેણે નજીકના વાહનો અને લોકોને તબાહ કરી દીધા. મૃત્યુઆંક હવે 12 થઈ ગયો છે. 20 થી વધુ લોકો ઘાયલ થયા છે અને તેમની હોસ્પિટલોમાં સારવાર ચાલી રહી છે. જેમાંથી ઘણાની હાલત ગંભીર છે. લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનના ગેટ નંબર 1 પાસે ધીમી ગતિએ ચાલતી કારમાં એક શક્તિશાળી વિસ્ફોટ થયો હતો.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++