હું આજીવન વિદ્યાર્થી, ગુજરાતની ડબલ એન્જિન સરકાર ડબલ ગતિથી કામ કરી રહી છેઃ પીએમ મોદી

02:27 PM May 12, 2023 | gujaratpost

ગાંધીનગરઃ વડાપ્રધાન મોદી આજે એક દિવસની ગુજરાત મુલાકાતે આવ્યાં છે. તેઓ શિક્ષક સંઘના અધિવેશનમાં પહોંચ્યા હતાં. જ્યાં તેમણે શિક્ષકોને સંબોધિત કર્યાં હતાં. ત્યાર બાદ તેઓ મહાત્મા મંદિર પહોંચ્યા હતાં. જ્યાં તેમણે રૂ.1946 કરોડના ખર્ચે બનેલા 42,441 આવાસોનું લોકાર્પણ કર્યું હતું.

મોદીએ કહ્યું કે- હું આજીવન વિદ્યાર્થી છું તેમ ગર્વથી કહું છુ. 21મી સદીમાં ઝડપથી બદલતા સમયમાં દેશની શિક્ષા વ્યવસ્થા બદલાઇ રહી છે. અગાઉના શિક્ષકો પાસે સાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ હતો. પરંતુ હવે આધુનિક સાધનો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી શાળાઓ સજ્જ બનતી જાય છે.વિદ્યાર્થીઓ માટે માહિતીના અલગ અલગ સ્ત્રોત છે. ગુગલ પર ડેટા મળી શકે પણ નિર્ણય તો પોતે જ લેવો પડે છે. ટેકનોલોજીથી માહિતી મળી શકે પણ યોગ્ય દ્રષ્ટીકોણ તો શિક્ષક જ આપી શકે છે. કઇ જાણકારી યોગ્ય છે કઇ નથી તે એક ગુરુ જ કહી શકે છે. ગુરુ જ વિદ્યાર્થીને મુશ્કેલીમાંથી બહાર નીકળવા માટે પ્રેરિત કરે છે. 21મી સદીના વિદ્યાર્થીના જીવનમાં શિક્ષકની ભૂમિકા મોટી છે.

જે બાદ પીએમ મોદીએ અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં સંબોધન કર્યું. કહ્યું કે દેશનો સતત વિકાસ અમારા માટે મહાયજ્ઞ સમાન છે. ગુજરાતના 25 લાખ લાભાર્થીઓનો આયુષ્યમાન કાર્ડ અપાયા છે. બે લાખ ગર્ભવતી મહિલાઓને પીએમ માતૃ વંદના યોજનાનો લાભ મળ્યો છે. નવી સરકાર બન્યા બાદ ગુજરાતમાં આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થયું છે. ગુજરાતની ડબલ એન્જિન સરકાર ડબલ ગતિથી કામ કરી રહી છે. એક સમયે જીવનની મૂળભૂત જરૂરિયાતો માટે લોકોને તરસાવવામાં આવ્યાં છે. એક સમયે દેશના લોકોમાં નિરાશા હતી. પરંતુ હવે લોકો એ નિરાશાથી બહાર નીકળી રહ્યાં છે. દેશની સરકાર યોજનાઓથી લોકોના જીવન બદલી રહી છે. લાભાર્થીઓ સુધી પહોંચવા સરકાર ધર્મ કે જાતિ જોતી નથી. 40 લાખ ગરીબ પરિવારોને પોતાનું પાકુ ઘર મળ્યું છે. મકાનને લીધે લાભાર્થીઓનો આત્મવિશ્વાસ વધ્યો છે. લાભાર્થી સુધી પહોંચવા માટે અમારી સરકાર ન તો ધર્મ જુએ છે કે ન જાતિ. એજ તો સાચી બિનસાંપ્રદાયિકતા છે, આ જ સાચો સામાજિક ન્યાય છે. આજે અમારી સરકાર તમામ અભાવોને દૂર કરીને દરેક ગરીબ સુધી જાતે જ પહોંચવાનું કામ કરી રહી છે. અમે યોજનાઓની 100 ટકા સંતૃપ્તિ માટેના પ્રયાસ કરી રહ્યાં છીએ.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post