અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેનની છેલ્લી ક્વાડ સમિટ
બાઇડેનનો કાર્યકાળ આવતા વર્ષે 20 જાન્યુઆરીએ સમાપ્ત થશે
PM Modi USA Visit 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસ માટે અમેરિકાના પ્રવાસે છે. અહીં તેમણે ક્વાડ સમિટમાં ભાગ લીધો હતો. આ કોન્ફરન્સ દરમિયાન પીએમ મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ બાઇડેનના હોમટાઉન જેલાવેરમાં જ ક્વાડ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. પીએમ મોદી સાથે કેન્દ્રીય વિદેશ મંત્રી એસ. જયશંકર અને વિદેશ સચિવ વિક્રમ મિસ્રી પણ અમેરિકામાં હાજર છે. રાષ્ટ્રપતિ બાઇડેને PM મોદીનું તેમના ડેલાવેર સ્થિત નિવાસસ્થાને સ્વાગત કર્યું. પીએમ મોદીએ આ બેઠકમાં બાઇડેનને ખાસ ભેટ પણ આપી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકી રાષ્ટ્રપતિને ચાંદીની કિંમતી ટ્રેનનું મોડલ ભેટમાં આપ્યું હતું. આ ટ્રેન મોડલ એક દુર્લભ નમૂનો છે. તેને મહારાષ્ટ્રના કારીગરો દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. 92.5% સિલ્વરથી બનેલું આ મોડલ ભારતનો ભવ્ય ભૂતકાળ દર્શાવે છે. આ ટ્રેન મોડલ ભારતમાં વરાળથી ચાલતા એન્જિનના યુગને પ્રતિબિંબિત કરે છે.
પીએમ મોદીએ અમેરિકાની ફર્સ્ટ લેડી જિલ બાઇડેનને પશ્મિનાની શાલ ભેટમાં આપી હતી. આ શાલ જમ્મુ અને કાશ્મીરમાં બનાવવામાં આવે છે અને તેને પેપર બોક્સમાં પેક કરવામાં આવે છે. આ બોક્સ માત્ર કાગળ, ગુંદર અને કુદરતી સામગ્રીનો ઉપયોગ કરીને હાથ દ્વારા બનાવવામાં આવે છે. દરેક બોક્સ પરની આર્ટવર્ક અલગ છે, જે કાશ્મીરી કળાને પ્રતિબિંબિત કરે છે. સામે અમેરિકાએ પણ ભારતને અનેક એન્ટીક વસ્તુઓ પાછી આપી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526