પીએમ મોદીના પોલેન્ડ પ્રવાસનો આજે બીજો દિવસ, જુઓ શિડ્યૂલ- Gujarat Post

10:27 AM Aug 22, 2024 | gujaratpost

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડની બે દિવસીય મુલાકાતે બુધવારે વોર્સો પહોંચ્યાં. છેલ્લા 45 વર્ષમાં ભારતીય વડાપ્રધાનની પોલેન્ડની આ પ્રથમ મુલાકાત છે. પીએમ મોદી પોલેન્ડમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું. પોલેન્ડમાં પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વોર્સોમાં ભારતીય સમુદાયના એક કાર્યક્રમને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, "આજનો ભારત દરેક સાથે જોડાવા માંગે છે, આજનું ભારત સૌના વિકાસની વાત કરે છે. આજનો ભારત સૌની સાથે છે, દરેકના કલ્યાણનો વિચાર કરે છે. અમને ગર્વ છે કે આજે વિશ્વ ભારતને વિશ્વ મિત્ર તરીકે સન્માન આપી રહ્યું છે. ભારતે એવા લોકોને સ્થાન આપ્યું છે જેઓ તેના હૃદયમાં અને તેની ધરતી પર ક્યાંય સ્થાન મેળવી શક્યા નથી." સાથે જ તેમને જામ સાહેબની અહીં બનેલી પ્રતિમાને નમન કર્યું હતુ, કારણ કે જામનગર અને પોલેન્ડના સંબંધો રજવાડા વખતના સારા છે.

PM મોદીની પોલેન્ડ મુલાકાતના બીજા દિવસનું શેડ્યૂલ (ભારતીય સમય)

બપોરે 1.30-1.45 કલાકે - ચાન્સેલરી ખાતે ઔપચારિક સ્વાગત.

બપોરે 1.45-2.15 - પોલેન્ડના વડા પ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે મુલાકાત.

બપોરે 2.15-2.55 - પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત.

બપોરે 3.05 થી 3.00 કલાકે - પત્રકાર પરિષદ.

બપોરે 3.00-4.50 - પોલેન્ડના વડાપ્રધાન દ્વારા આયોજિત લંચમાં હાજરી આપશે

સાંજે 5.30-6.30 - પોલેન્ડના રાષ્ટ્રપતિ આન્દ્રેઝ ડુડા સાથે દ્વિપક્ષીય બેઠક

સાંજે 7.20- 7.50 - બિઝનેસ લીડર્સ સાથે વાતચીત

પીએમ મોદી ગુરુવારે પોલેન્ડમાં હશે, ત્યારબાદ તેઓ 23 ઓગસ્ટે યુક્રેન જશે. આ પહેલો પ્રસંગ છે જ્યારે કોઈ ભારતીય વડાપ્રધાન એવા સમયે યુક્રેનની મુલાકાતે જશે. પીએમ મોદીની યુક્રેનની મુલાકાત ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને તેનાથી પણ વિશેષ તેમની યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી સાથેની મુલાકાત છે. રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોદી યુક્રેન જઇ રહ્યાં છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526