+

વિવાદીત કીર્તિ પટેલ સામે પાસા લગાવાયા, વડોદરા જેલમાં ધકેલાઈ

વડોદરાઃ સોશિયલ મીડિયા પર લોકોને ગાળાગાળી કરીને બદનામ કરવા અને ખંડણીના આરોપસર જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલ સામે સુરત પોલીસે કડક કાર્યવાહી કરી છે. તેના ગુનાહિત ઇતિહાસ અને વારંવાર ગુના આચરવાની ટેવને

વડોદરાઃ સોશિયલ મીડિયા પર લોકોને ગાળાગાળી કરીને બદનામ કરવા અને ખંડણીના આરોપસર જેલની હવા ખાઈ ચૂકેલી કીર્તિ પટેલ સામે સુરત પોલીસે કડક કાર્યવાહી કરી છે. તેના ગુનાહિત ઇતિહાસ અને વારંવાર ગુના આચરવાની ટેવને કારણે તેની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

કાપોદ્રા પોલીસે કીર્તિ પટેલની પાસા હેઠળ ધકપકડ કરીને તેને વડોદરાની મધ્યસ્થ જેલમાં મોકલી દેવામાં આવી છે. પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવા પાછળના વિવિધ કારણો આપવામાં આવ્યાં હતા. જે મુજબ તે ગુનાહિત પ્રવૃત્તિ આચરવાની રીતસરની ટેવ ધરાવે છે, વારંવાર ગુના આચરવાના કારણે તે સમાજની શાંતિ અને વ્યવસ્થા માટે જોખમરૂપ બની ગઈ હતી. જેલમાં ગઇ હતી છતાં તે સુધરતી ન હતી, તેથી સામાન્ય કાયદાકીય કાર્યવાહી અપૂરતી સાબિત થઈ રહી હતી.

કીર્તિ પટેલનું મુખ્ય હથિયાર સોશિયલ મીડિયા હતું. તે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને લોકોને ધમકાવતી અને બદનામ કરતી હતી. પછી સમાધાનના નામે બળજબરીથી પૈસા પડાવતી હતી. તેની આ પ્રવૃત્તિ માત્ર સુરત નહીં પણ સમગ્ર ગુજરાતના અલગ-અલગ જિલ્લાઓમાં ફેલાયેલી હતી.

પાસા એક્ટનો મુખ્ય હેતુ ગુનેગારોને લાંબા સમય સુધી સમાજથી દૂર રાખવાનો છે, જેઓ જામીન પર છૂટ્યા પછી ફરીથી એ જ પ્રકારના ગુના આચરીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડે છે.

facebook twitter