+

Stock Market Crash: શેરબજારમાં માતમ, સેન્સેક્સમાં 1600થી વધુ પોઇન્ટનો કડાકો, રોકાણકારોનાં 10 લાખ કરોડ સ્વાહા

Stock Market Crash: વૈશ્વિક બજારમાં ભારે વેચવાલી વચ્ચે સોમવારે સવારે ભારતીય શેરબજારમાં અરાજકતા જોવા મળી હતી. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવાર અને સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 1,600 પોઈન્ટથી વધુ

Stock Market Crash: વૈશ્વિક બજારમાં ભારે વેચવાલી વચ્ચે સોમવારે સવારે ભારતીય શેરબજારમાં અરાજકતા જોવા મળી હતી. શ્રાવણ મહિનાના પ્રથમ સોમવાર અને સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે સેન્સેક્સ 1,600 પોઈન્ટથી વધુ ઘટીને  ખુલ્યો હતો. નિફ્ટી પણ વેચવાલી પછી 24200 ની નીચે પહોંચ્યો હતો.  

BSE પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને રૂ.446.92 લાખ કરોડ થયું છે. સોમવારે રૂપિયો તેની સર્વકાલીન નીચી સપાટી 83.7525 પર પહોંચ્યો હતો.

એક્સપર્ટના જણાવ્યાં મુજબ, વૈશ્વિક શેરબજારોમાં તીવ્ર ઘટાડાનું મુખ્ય કારણ યુએસ અર્થતંત્રમાં મંદીનો ભય છે. જુલાઈમાં અમેરિકામાં રોજગાર સર્જનમાં ઘટાડો થયો છે. બેરોજગારી દરમાં 4.3% નો તીવ્ર વધારો થયો છે. મધ્ય પૂર્વમાં ભૌગોલિક રાજકીય તણાવ પણ બજારના ઘટાડાનું મુખ્ય કારણ છે. આજે સવારે નિક્કીનો 4% થી ઉપરનો ઘટાડો એ જાપાનીઝ બજારની કટોકટીનું સૂચક છે. રોકાણકારોએ આ કરેક્શનમાં ખરીદી માટે ઉતાવળ કરવાની જરૂર નથી. બજાર સ્થિર થવાની રાહ જુઓ.

નોંધનિય છે કે ઇઝરાયેલના દુશ્મન દેશો આજે એક થઇ રહ્યાં છે અને ગમે ત્યારે ભયાનક યુદ્ધ ફાટી નીકળે તેવા પણ એંધાણ છે, જેથી વૈશ્વિક માર્કેટોમાં કડાકો જોવા મળ્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter