જૂનાગઢ ભડકાઉ ભાષણનો કેસ, મૌલવી સલમાન અઝહરીના એક દિવસના રિમાંડ મંજૂર- Gujarat Post

09:53 PM Feb 06, 2024 | gujaratpost

જૂનાગઢઃ ગત 31 જાન્યુઆરીના નરસિંહ વિદ્યા મંદિરમાં ભડકાઉ ભાષણ કરવા મુદ્દે મૌલાના સલમાન અઝહરીને મુંબઈથી અમદાવાદ અને ત્યાંથી સાંજે જૂનાગઢ લાવવામાં આવ્યાં હતા. જૂનાગઢ એલસીબીની ટીમ દ્વારા મૌલાનાને હેડકવાર્ટર ખાતે રાખી સઘન પૂછપરછ કર્યાં બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. કોર્ટે આવતીકાલ સાંજ સુધી મુફ્તી સલમાન અઝહરીના રિમાન્ડ મંજૂર કર્યા છે. જૂનાગઢ પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગ કરાઇ હતી અને કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે.

કોર્ટમાં બચાવ પક્ષના વકીલ અને સરકાર પક્ષના વકીલ દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી. કોર્ટમાં બચાવ પક્ષના વકીલે કહ્યું, ટ્રાનઝીટ રિમાન્ડ ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે હોય છે. સોમવારના રોજ સાંજે જૂનાગઢ પોલીસને કબ્જો મળી ગયો હતો, તેમ છતાં કોર્ટમાં પ્રોડ્યુસ કરવામાં ન હતા આવ્યાં. કબ્જો હોવા છતાં એક દિવસ કસ્ટડીમાં રાખવામાં આવ્યાં હતા. કોર્ટમાં પ્રોડ્યુસ કરતા પૂર્વે 63 કલાક સુધી મૌલાનાની કસ્ટડી પોલીસ પાસે હતી. સોમવારના રોજ કબ્જો મેળવ્યાં બાદ પણ 16 કલાકથી વધુનો સમય પૂછપરછ માટે મળ્યો હતો. મૌલાના સહિતનાઓની હાજરી તપાસ માટે જરૂરી નથી.

પોલીસ દ્વારા youtube એકાઉન્ટ, બેન્ક એકાઉન્ટ સહિતની વિગતો માટે રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. કોર્ટમાં બચાવ પક્ષના વકીલે કહ્યું, જે વિવાદાસ્પદ શબ્દો બોલવામાં આવ્યાં છે તે ઇઝરાયેલ અને પેલેસ્ટાઇન વચ્ચે ચાલી રહેલા યુદ્ધ માટે બોલવામાં આવ્યાં છે. જે યુદ્ધમાં 22,000 થી પણ વધુ મુસ્લિમોના મોત થયા છે.મૌલાના સલમાન અઝહરીનો ઈરાદો કોઈ પણ સમાજ માટે શબ્દ પ્રયોગ કરવાનો ન હતો, કોઈની સાંપ્રદાયિક લાગણી દુભાય તે માટેનો ન હતો. જો કે મૌલાનાની પૂછપરછમાં નવા ઘટસ્ફોટ થવાની શક્યતા છે.

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post