+

ACB ટ્રેપમાં ફસાયા, રૂ. 2000 ની લાંચ લેતા આ કર્મચારી ઝડપાઇ ગયા

મહેસાણાઃ ફરીયાદીએ હોમગાર્ડ યુનિટ વિસનગર ખાતેથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી કરવા માટે અરજી કરી હતી. જે અરજીને આધારે ફરીયાદીની હોમગાર્ડ યુનિટ વિસનગરથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી થઇ હતી. જે બદલ

મહેસાણાઃ ફરીયાદીએ હોમગાર્ડ યુનિટ વિસનગર ખાતેથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી કરવા માટે અરજી કરી હતી. જે અરજીને આધારે ફરીયાદીની હોમગાર્ડ યુનિટ વિસનગરથી હોમગાર્ડ યુનિટ ઉંઝા ખાતે બદલી થઇ હતી. જે બદલીની ફાઈલના કાગળો આરોપી હરેશકુમાર મંગળદાસ રાઠોડ, ઇન્ચાર્જ ઓફીસર કમાન્ડીંગ, હોમગાર્ડ યુનિટ, વિસનગર જી.મહેસાણાએ ફરિયાદીને આપવા માટે રૂ.2,000 ની લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. આ ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરીને આરોપીને લાંચના નાણાં લેતા ઝડપી લેવાયા છે. તાલુકા સેવા સદન, વિસનગરમાં પોતાની ઓફિસમાં જ લાંચ લેતા તેઓ ઝડપાઇ ગયા હતા.

ટ્રેપીંગ ઓફીસર: એચ.બી.ચાવડા ફીલ્ડ પો.ઇન્સ. એ.સી.બી. ગાંધીનગર એકમ 

સુપર વિઝન અધિકારી: એ.કે.પરમાર મદદનીશ નિયામક એ.સી.બી. ગાંધીનગર એકમ 

ઇન્ચાર્જ અધિકારી : હરેશ મેવાડા, નાયબ નિયામક, અમદાવાદ.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter