હવે અમેરિકાની કમાન નવી પેઢીને સોંપવી પડશે, ચૂંટણીમાંથી હટવાની જાહેરાત બાદ પહેલી વખત બોલ્યાં બાઇડેન

11:22 AM Jul 25, 2024 | gujaratpost

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને રાષ્ટ્રપતિ પદની રેસમાંથી હટી ગયા બાદ બુધવારે રાત્રે પહેલીવાર દેશની જનતાને સંબોધિત કરી હતી. તેમણે કહ્યું કે હવે યુવાનોનો સમય છે અને તેઓ નવી પેઢીને કમાન સોંપી રહ્યો છું. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેને નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી છે.  હું નવી પેઢીને કમાન સોંપવા માંગુ છું. હું મારા ડેમોક્રેટ સાથીદારોને મારી સાથે હાર તરફ ખેંચી શકતો નથી.

2024ની ચૂંટણીની રેસમાંથી ખસી જવાની જાહેરાત કર્યાં પછી અને દેશના રાષ્ટ્રપતિ માટે ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર તરીકે કમલા હેરિસને સમર્થન આપ્યાં પછી પ્રથમ વખત ઑફિસમાંથી રાષ્ટ્રને સંબોધિત કરતા બાઇડેને કહ્યું કે નવી પેઢીને કમાન સોંપી રહ્યો છું, આપણા દેશને એક કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે. તમે જાણો છો જાહેર જીવનમાં લાંબા વર્ષોના અનુભવ માટે સમય અને સ્થળ હોય છે. નવા અવાજો, તાજા અવાજો, યુવાન અવાજો માટે પણ સમય અને સ્થળ છે અને તે સમય અને સ્થળ હવે છે.

અમેરિકન લોકશાહીને બચાવવા માટે આપણે એક થવાની જરૂર છે. હું માનું છું કે રાષ્ટ્રપતિ તરીકેનો મારો રેકોર્ડ, મારું નેતૃત્વ અને અમેરિકાના ભવિષ્ય માટેનું મારું વિઝન બધું જ બીજી ટર્મ માટે લાયક છે, પરંતુ આપણી લોકશાહીને બચાવવાના માર્ગમાં કંઈ જ ન આવવું જોઈએ.

મને અમેરિકન લોકો માટે કામ કરવાનો મોકો મળ્યો અને હું તેનાથી ખુશ છું. પરંતુ આ મારા વિશે નથી, આ તમારા વિશે, તમારા પરિવારો વિશે, તમારા ભવિષ્ય વિશે છે. તે આપણા વિશે છે.. હું માનું છું કે અમેરિકા એક વળાંક પર છે.

બાઇડેને તેમના સંબોધનમાં કમલા હેરિસને ઉમેદવાર માટે લાયક અને સક્ષમ ગણાવ્યાં અને કહ્યું કે, તે અનુભવી, ખડતલ અને સક્ષમ છે. તે મારા માટે અતુલ્ય ભાગીદાર અને આપણા દેશ માટે સમર્પિત નેતા રહ્યાં છે. હવે પસંદગી અમેરિકન લોકો પર છે, અમેરિકાએ આશા અને નફરત વચ્ચે પસંદગી કરવી જોઈએ. આપણે આપણા પ્રજાસત્તાકને સાચવીએ કે કેમ તે અમેરિકનોના હાથમાં છે.

તેઓ તેમના કાર્યકાળના બાકીના છ મહિના પૂરા કરશે. તેમની પાસે કરવા માટેની વસ્તુઓની વ્યસ્ત સૂચિ છે. તેઓ ગાઝામાં યુદ્ધનો અંત લાવવા માટે કામ કરશે, યુક્રેનને સમર્થન આપવાનું ચાલુ રાખશે અને સુપ્રીમ કોર્ટમાં સુધારો કરશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526