+

કિમ જોંગ ઉનનો ક્રૂર ચહેરો... સિરિયલ-ડ્રામા જોવાના આરોપસર 30 બાળકોની હત્યા કરી હોવાનો અહેવાલ

સેઉલ: નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનો ક્રૂર ચહેરો ફરીથી વિશ્વની સામે આવ્યો છે, થોડા સમય પહેલા અહીં કેટલાક સ્કૂલના વિદ્યાર્થીઓને ક્રૂર સજા આપવામાં આવી હતી, હવે અહેવાલ આવ્યાં છે કે 30 જેટલા બાળકોને

સેઉલ: નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનનો ક્રૂર ચહેરો ફરીથી વિશ્વની સામે આવ્યો છે, થોડા સમય પહેલા અહીં કેટલાક સ્કૂલના વિદ્યાર્થીઓને ક્રૂર સજા આપવામાં આવી હતી, હવે અહેવાલ આવ્યાં છે કે 30 જેટલા બાળકોને સાઉથ કોરિયાની સિરિયલ અને ડ્રામા જોવા બદલ મોતની સજા મળી છે.

સાઉથ કોરિયાએ આ દાવો કર્યો છે અને કહ્યું છે કે કિમ જોંગે 30 બાળકોની હત્યા કરી નાખી છે, સાઉથ કોરિયાના મીડિયા ચોસન ટીવી અને કોરિયા જૂંગએંગ ડેઇલીનો દાવો છે કે સાઉથ કોરિયન ટીવી ડ્રામા જોવા બદલ પોતાના દેશના ૩૦ બાળકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યાં છે.

નોર્થ કોરિયામાં ટીવી ડ્રામા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પરંતુ ઘણી વખત અહીંના લોકો નિયમો તોડીને ઘણી પ્રવૃતિ કરતા હોય છે, તાનાશાહ કિમ જોંગ ઉનના અનેક ખતરનાક કિસ્સા છે, તેને અગાઉ પોતાના પરિવારના સભ્યોને પણ ખતરનાક સજા આપી હતી, હવે 30 બાળકોની હત્યાનો કિસ્સો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter