+

ગુજરાત સરકારે ક્લાસ-3ની પરીક્ષામાં કર્યાં આ ફેરફાર, કોઈ વેઈટિંગ લિસ્ટ નહીં - Gujarat Post

ફાઇલ ફોટો ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત સરકારે વર્ગ-3ની ભરતી માટે લેવાતી પરીક્ષાઓમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ભરતી માટે દ્ધિસ્તરીય પરીક્ષા માળ

ફાઇલ ફોટો

ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી ભરતીની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. ગુજરાત સરકારે વર્ગ-3ની ભરતી માટે લેવાતી પરીક્ષાઓમાં મોટો ફેરફાર કર્યો છે. હવે ભરતી માટે દ્ધિસ્તરીય પરીક્ષા માળખું રહેશે. રાજ્યના સામાન્ય વહીવટી વિભાગે એક જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામા મુજબ  વર્ગ-3ની પરીક્ષાઓમાં મોટા ફેરફાર કરાયા છે. પ્રાથમિક માહિતી મુજબ વર્ગ-3ની પરીક્ષામાં કોઈ પણ પ્રકારનું વેઈટિંગ લિસ્ટ જાહેર નહીં કરાય.

વર્ગ-3ની મુખ્ય પરીક્ષા બે ગ્રુપમાં લેવામાં આવશે. જેમાં પ્રિમિલનરી અને મુખ્ય એમ બે તબક્કામાં પરીક્ષા લેવાશે. પ્રિમિલનરી પરીક્ષામાં પાસ ઉમેદવારો જ મુખ્ય પરીક્ષા આપી શકશે. જૂનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ અને હેડ ક્લાર્કની પરીક્ષા માટે નિયમ બદલાયા છે. ચારેય કેડરની પરીક્ષા સંયુક્ત રીતે લેવામાં આવશે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter