+

10 મી વખત મુખ્યપ્રધાનની ખુરશી...નીતિશ કુમાર એનડીએના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા- Gujarat Post

નીતિશ 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે પીએમ મોદી શપથ સમારોહમાં હાજર રહેશે પટનાઃ વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય જનતા

નીતિશ 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરશે

પીએમ મોદી શપથ સમારોહમાં હાજર રહેશે

પટનાઃ વિધાનસભાના સેન્ટ્રલ હોલમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (NDA)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટી, જનતા દળ યુનાઇટેડ, લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ), હિન્દુસ્તાની આવામ મોરચા અને લોક જનશક્તિ પાર્ટીના તમામ નવનિર્વાચિત ધારાસભ્યો તેમજ નીતિશ કુમાર, ચિરાગ પાસવાન, સંતોષ સુમન, ઉપેન્દ્ર કુશવાહા, સમ્રાટ ચૌધરી અને વિજય સિન્હા હાજર રહ્યાં હતા.

ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયેલા સમ્રાટ ચૌધરીએ બુધવારે રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનના ધારાસભ્ય દળની બેઠકમાં મુખ્યમંત્રી પદ માટે નીતિશ કુમારના નામનો પ્રસ્તાવ મૂક્યો હતો. સર્વસંમતિથી, ફરી એકવાર નીતિશ કુમારના નારા સાથે NDA ધારાસભ્ય દળે આવતીકાલના શપથ ગ્રહણ સમારોહની તૈયારી કરી લીધી છે.

આવતીકાલે નીતિશ કુમાર 10મી વખત મુખ્યમંત્રી તરીકે શપથ લેવા માટે ગાંધી મેદાન પહોંચશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં આ શપથ ગ્રહણ સમારોહ યોજાશે.  

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter