નવસારીઃ લોકો દરિયા કિનારે પિકનિક મનાવવા જતા હોય છે પરંતુ ઘણી વખત થોડી પણ બેદરકારી મોંઘી પડી શકે છે. આવો જ એક કિસ્સો નવસારી જિલ્લામાંથી સામે આવ્યો છે. રવિવારે અહીં દાંડી બીચ પર પિકનિક મનાવી રહેલા એક પરિવારના ચાર સભ્યો દરિયામાં તનાઇ ગયા હતા.આ લોકોનો હજુ સુધી કોઈ પત્તો લાગ્યો નથી.
કેવી રીતે બની ઘટના ?
નવસારી જિલ્લાના દાંડી બીચ પર રવિવારે એક પરિવાર પિકનિક કરી રહ્યો હતો. જો કે દરિયાના જોરદાર મોજામાં 7 લોકો તણાઇ ગયા હતા. તેમાંથી ત્રણ લોકોને હોમગાર્ડે બચાવી લીધા હતા, પરંતુ ચાર લોકોને મદદ પહોંચે તે પહેલા તેઓ દરિયામાં તણાઇ ગયા હતા.
અત્યાર સુધી કોઈ સમાચાર નથી
રવિવારે એક અધિકારીએ આપેલી માહિતી મુજબ ગુમ થયેલા લોકોની ઓળખ સુશીલા ગોપાલસિંહ રાજપૂત (ઉ.વ-42), તેમનો પુત્રો દક્ષ (ઉ.વ-11) અને યુવરાજ (ઉ.વ-17) અને તેમની બહેનની પુત્રી દુર્ગા (ઉ.વ-17) તરીકે થઈ છે. સ્થાનિક ફાયર બ્રિગેડ અને પોલીસ કર્મચારીઓની મદદથી શોધખોળ હાથ ધરી છે.
અધિકારીઓએ શું કહ્યું ?
આ સમગ્ર મામલે નવસારી ડેપ્યુટી કલેક્ટર જનમ ઠાકોરનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે માહિતી આપી હતી કે હોમગાર્ડ્સે દરિયામાં તણાઈ ગયેલા ત્રણ લોકોને બચાવી લીધા હતા, જ્યારે અન્ય ચાર લોકોને બચાવી શકાયા ન હતા કારણ કે મદદ તેમના સુધી પહોંચે તે પહેલાં તેઓ દરિયામાં તણાઈ ગયા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526