Helicopter Crash: પુણેમાં હેલિકોપ્ટર થયું ક્રેશ, 3 લોકોનાં મોત- Gujarat Post

11:20 AM Oct 02, 2024 | gujaratpost

National News: મહારાષ્ટ્રમાંથી મોટા સમાચાર આવી રહ્યાં છે. અહીં પુણે જિલ્લાના બાવધન પાસે હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. પિંપરી ચિંચવડ પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માતમાં ત્રણ લોકોનાં મોત થયા છે. અકસ્માતનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. આ અકસ્માત ધુમ્મસ અથવા ટેકનિકલ ખામીને કારણે ક્રેશ થયો હોય શકે છે. આ પહેલા 24 ઓગસ્ટના રોજ પુણે જિલ્લાના પૌડ ગામમાં હેલિકોપ્ટરને અકસ્માત નડ્યો હતો.

પોલીસે જણાવ્યું કે બુધવારે સવારે મહારાષ્ટ્રના પુણે જિલ્લામાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ પછી, થોડી જ વારમાં તે આગના ગોળામાં પરિવર્તિત થઈ ગયું. અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત થયા છે. હેલિકોપ્ટર સરકારી છે કે ખાનગી તે હજુ સુધી જાણી શકાયું નથી.

પિંપરી ચિંચવડ પોલીસે જણાવ્યું કે આ ઘટના સવારે 6.45 વાગ્યે બાવધન વિસ્તારના પહાડી વિસ્તારમાં બની હતી. હિંજેવાડી પોલીસ સ્ટેશનના નિરીક્ષક કન્હૈયા થોરાટે જણાવ્યું કે, પુણે જિલ્લાના બાવધન વિસ્તારમાં હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. ત્રણ લોકોના મોત થયા છે.

આ પહેલા 24 ઓગસ્ટે મુંબઈથી હૈદરાબાદ જઈ રહેલું એક ખાનગી હેલિકોપ્ટર પુણેમાં ક્રેશ થયું હતું. હેલિકોપ્ટરમાં કુલ ચાર મુસાફરો સવાર હતા. ખાનગી હેલિકોપ્ટર દુર્ઘટના અંગે પુણેના પોલીસ અધિક્ષક પંકજ દેશમુખે કહ્યું હતું કે આ દુર્ઘટના પુણે જિલ્લાના પૌડ ગામમાં થઈ હતી. આ હેલિકોપ્ટર ખાનગી એવિએશન કંપનીની માલિકીનું હતું.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526