વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવા પબુભા માણેકે આઈએએસને રોકડું પરખાવ્યું
પબુભા માણેકની છાપ વજનદાર નેતા તરીકેની
આ પહેલા અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા પણ પોતાની વ્યથા ઠાલવી ચુક્યાં છે
Dwarka News: ગુજરાતમાં ભાજપના ધારાસભ્યોનો ગુસ્સો ધીમે ધીમે બહાર આવી રહ્યો છે. અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજ્યપાલને રજૂઆત કર્યા બાદ હવે દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકે આઈએએસને જાઓ મુખ્યમંત્રીને જે રિપોર્ટિંગ કરવું હોય તે કરો તેમ કહીને રોકડું પરખાવી દીધું છે.
તેમના મત વિસ્તારમાં વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી શરૂ કરવા મુદ્દે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અમોલ આવટેને સંભળાવી દીધું છે.મુખ્યમંત્રીને જે રિપોર્ટિંગ કરવું હોય તે કરી લેજો, એક વીડિયોમાં તેમને ચીમકી આપી છે કે 20 દિવસની અંદર વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીને મંજૂરી નહીં આપો તો ઓખા મંડળના 42 ગામોના લોકોને શિવરાજપુર બીચ પર ઉતરશે.
દ્વારકાના ઓખામંડલના શિવરાજપુર બીટ પર ઘણા સમયથી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ છે. જેને શરૂ કરવા સ્થાનિક સ્તરેથી લાંબા સમયથી માંગ થઈ રહી છે અને કલેકટોરેટ તરફથી એક બેઠકનું આયોજન થયું હતું. જેમાં ધારાસબ્ય પબુભાએ એસડીએમ સહિતના હાજર અધિકારીઓ સમક્ષ હૈયાવરાળ ઠાલવી હતી. ત્યારે ગુજરાતમાં હવે અધિકારીઓ ધારાસભ્યોનું પણ માનતા નથી.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/