+

કોર્ટ મેરેજમાં મા-બાપની સહી ફરજિયાત કરવાની વિધાનસભામાં થઇ માંગ, નરેશ પટેલે કહી આ વાત- Gujarat Post

રાજકોટઃ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે.આ દરમિયાન કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા વિધાનસભામાં કોર્ટ મેરેજમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવાની માંગને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કોર્ટ

રાજકોટઃ ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે.આ દરમિયાન કલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ દ્વારા વિધાનસભામાં કોર્ટ મેરેજમાં માતા-પિતાની સહી ફરજિયાત કરવાની માંગને લઈને નિવેદન આપ્યું હતું. તેમણે કોર્ટ મેરેજ વખતે માં-બાપની હાજરી હોવી જોઈએ તેમ કહ્યું હતું.તેમના આ પ્રકારના નિવેદન બાદ અનેક સમાજમાં તેની ચર્ચા શરૂ થઈ છે.

ફતેસિંહ ચૌહાણે વિધાનસભામાં કહ્યું હતું કે, મા બાપની મંજુરી વિના લવ મેરેજ થતાં ક્રાઇમ રેશિયો ઉંચો જઇ રહ્યો છે. માતા પિતાની મંજુરીથી લવ મેરેજ થાય તો ક્રાઇમ રેટ 50 ટકા ઘટે. લવ મેરેજની નોંધણી અન્ય જિલ્લામાં કરે છે. કાયદામાં ફેરફાર કરી તેમાં સુધારો કરવો જોઇએ. અસામાજિક તત્વો દીકરીઓને પ્રલોભન આપીને લગ્ન કરે છે ત્યારે પરિવારજનોએ આત્મહત્યા કરવાનો વારો આવે છે. લવ- મેરેજ કરનાર દીકરીઓને સાસરીમાં સ્થાન ન મળે તો તેને પણ આત્મહત્યા કરવાનો વારો આવે છે. તેથી લગ્નની નોંધણીમાં માતા પિતાની સહી ફરજીયાત કરવાની માંગ  કરાઇ છે.

તેમના આ નિવેદન પર પાટીદાર અગ્રણી અને ખોડલધામના નરેશ પટેલે કહ્યું કે, પોતાની અંગત વાત છે. પરંતુ જે ગમતું હોય તે કરવું જોઈએ. જે બાદ તેમણે ઉમેર્યું, માં બાપ પણ સમજે આ 21મી સદીની અંદર બે પાત્રને પ્રેમ થાય અને બન્ને સારી રીતે જીવી શકતા હોઈ તો શું કામ એમના લગ્ન ન કરવા જોઇએ, 21મી સદીમાં આ એક સ્વતંત્ર વિચાર છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

facebook twitter