+

ગોધરામાં આવી રીતે ચાલતું હતુ NEET-UG પરીક્ષાનું કૌભાંડ, હજુ અનેક આરોપીઓની થઇ શકે છે ધરપકડ

પંચમહાલઃ દેશની સૌથી મોટી મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEETમાં ગેરરીતિ સામે આવ્યાં બાદ ગેંગના સભ્યો પકડાઈ રહ્યાં છે. ગોધરામાં NEET પરીક્ષામાં છેતરપિંડી કરનારી ટોળકીનો પર્દાફાશ થયો છે. પોલીસે આરોપી શિક્ષકની

પંચમહાલઃ દેશની સૌથી મોટી મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEETમાં ગેરરીતિ સામે આવ્યાં બાદ ગેંગના સભ્યો પકડાઈ રહ્યાં છે. ગોધરામાં NEET પરીક્ષામાં છેતરપિંડી કરનારી ટોળકીનો પર્દાફાશ થયો છે. પોલીસે આરોપી શિક્ષકની રૂ. 7 લાખ સાથે ધરપકડ કરી હતી. આખી ગેંગનો માસ્ટર માઈન્ડ કોચિંગ સેન્ટર ચલાવતો વ્યક્તિ હતો. કોચિંગ સેન્ટરના માલિકને ભાજપ લઘુમતી મોરચાના આરીફ વહોરાએ મદદ કરી હતી. પોલીસ સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.

ગોધરા જિલ્લા કલેક્ટરને મળેલી અંગત માહિતીથી સમગ્ર કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા મળેલી માહિતીના આધારે, જિલ્લા કલેક્ટર કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની ટીમે NEET પરીક્ષા કેન્દ્રમાં તપાસ દરમિયાન આરોપી શિક્ષકના વાહનમાંથી રૂ. 7,00,000 રોકડ રિકવર કર્યાં હતા.

26 વિદ્યાર્થીઓની શીટ ભરવાનું કામ

આ કેસનો મુખ્ય આરોપી પરશુરામ રોય છે, જે વડોદરામાં કોચિંગ સેન્ટર ચલાવે છે, જેણે ગોધરામાં ભાજપના આરીફ વહોરા દ્વારા આખી ગેંગનું સંચાલન કર્યું હતું. પરશુરામે 26 ઉમેદવારોની વિગતો આરીફ મારફતે ગોધરાની જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટને મોકલી હતી. જેમાં ગોધરાની જય જલારામ શાળાના એક કેન્દ્રમાં 6 પરીક્ષાર્થીઓ અને બાકીના 20 વિદ્યાર્થીઓ જય જલારામ શાળાના અન્ય કેન્દ્રમાં ઉપસ્થિત રહ્યાં હતા.

દરેક વિદ્યાર્થી માટે 10 લાખ રૂપિયા નક્કી કર્યાં હતા

પરશુરામે ઉમેદવારોને તે પ્રશ્ન છોડી દેવા કહ્યું હતું જેનો જવાબ તેઓ જાણતા ન હતા. તેને પરીક્ષા પૂરી થયા બાદ તુષાર ભટ્ટ ભરવા જતો હતો. દરેક વિદ્યાર્થીના પાસ થવા માટે 10 લાખ રૂપિયા નક્કી કરવામાં આવ્યાં હતા.આ મુજબ કામ પૂરું થયા બાદ આરોપી શિક્ષકને 26 કરોડ રૂપિયા મળવાના હતા.સમગ્ર મામલે જિલ્લા શિક્ષણાધિકારીએ ગોધરા તાલુકા પોલીસ મથકે ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. ગોધરાની જય જલારામ સ્કૂલના શિક્ષક તુષાર ભટ્ટ, વડોદરાની રોય ઓવરસીઝ નામની કંપનીના માલિક પરશુરામ રોય અને ગોધરાના આરીફ વોરા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

5 મેના રોજ પંચમહાલ કલેકટરે દરોડા પાડીને 7 લાખની રોકડ અને એક કાર કબ્જે કરી હતી. વિદ્યાર્થીઓએ પરશુરામ રોય અને તુષાર ભટ્ટને રૂ. 2.82 કરોડના ચેકની લેવડદેવડનો ખુલાસો કર્યો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

Trending :
facebook twitter