+

અમરેલીઃ નાયબ મામલતદારના માતાની કરપીણ હત્યાથી ચકચાર – Gujarat Post

અમરેલીઃ જિલ્લામાં કાયદા કાનૂનની વ્યવસ્થા કથળી હોય તેમ અધિકારીઓના પરિવારજનો પણ સુરક્ષિત નથી. અમરેલીના જશવંતગઢ ગામે નાયબ મામલતદાર રાજેશભાઈ તેરૈયાના 64 વર્ષીય વૃદ્ધ માતા પ્રભાબેન તેરૈયાને ગળાના ભાગે તીક્

અમરેલીઃ જિલ્લામાં કાયદા કાનૂનની વ્યવસ્થા કથળી હોય તેમ અધિકારીઓના પરિવારજનો પણ સુરક્ષિત નથી. અમરેલીના જશવંતગઢ ગામે નાયબ મામલતદાર રાજેશભાઈ તેરૈયાના 64 વર્ષીય વૃદ્ધ માતા પ્રભાબેન તેરૈયાને ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ચાર જેટલા ઘા મારી હત્યા કરવામાં આવી હતી. પ્રભાબેન જશવંતગઢ ગામે તેમના મકાને એકલા હતા ત્યારે અજાણ્યા વ્યક્તિએ ઘરમાં ઘૂસી ઘટનાને અંજામ આપ્યો હતો.

આ બનાવને લઈને પોલીસને જાણ થતા ઘટના સ્થળ પર દોડી આવી હતી. અને તાત્કાલિક ધોરણે ટીમો બનાવી હત્યારાને પકડી પાડવા માટે અમરેલી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ હત્યાને જોતા ગળાના ભાગના નિશાન પરથી કોઈ રીઢા ગુનેગારે કરી હોવાનું પ્રાથમિક રીતે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જોકે હત્યા અંગે કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. પરંતુ લૂંટ માટે આવેલા શખ્સનો પ્રતિકાર કરતા હત્યા કરી નાખવામાં આવ્યાનું તારણ નીકળ્યું છે.

ગુરૂવારના રોજ ભાનુશંકરભાઈ સવારના સમયે પોતાની વાડી ખાતે ચાલ્યા ગયા હતા. ત્યારે બપોરના તે પોતાના ઘરે જ્યારે જમવા આવ્યા ત્યારે પોતાની પત્નીને લોહી લુહાણ હાલતમાં ઘરમાં જોઈ હતી. તાત્કાલિક અસરથી તેમણે પોતાના ગામના સરપંચ સહિતના વ્યક્તિઓને જાણ કરી હતી. બનાવ સંદર્ભે પોલીસને જાણ થતા તાત્કાલિક અસરથી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. એફએસએલની ટીમની પણ મદદ લેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં લૂંટના ઇરાદે વૃદ્ધાની હત્યા કરાઈ ન હોવાનું સામે આવ્યું છે. હત્યાના બનાવને લઈને સમગ્ર જિલ્લાના વહીવટી તંત્રમાં પણ ચકચાર મચી ગઈ હતી અને તાત્કાલિક ધોરણે હત્યારાને પકડી પાડવામાં આવે તેવી માંગ ઉઠી હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

facebook twitter