+

સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતાં પણ ખરાબ થશે, બિશ્નોઈ ગેંગના નામે સુપરસ્ટારને મળી ધમકી- Gujarat Post

Salman Khan News: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની દુશ્મની ઘણી જૂની છે અને તાજેતરની ઘટનાઓ બાદ આ મામલો વધુ ગંભીર બનતો જાય છે. જેમની હત્યા થઇ છે તે બાબા સિદ્દીકી પણ સલમાનના મિ

Salman Khan News: બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની દુશ્મની ઘણી જૂની છે અને તાજેતરની ઘટનાઓ બાદ આ મામલો વધુ ગંભીર બનતો જાય છે. જેમની હત્યા થઇ છે તે બાબા સિદ્દીકી પણ સલમાનના મિત્ર હતા અને બોલિવૂડના ઘણા સેલેબ્સ સાથે તેમની ગાઢ મિત્રતા હતી. હવે મુંબઈ ટ્રાફિક પોલીસને સલમાન ખાનના નામે ધમકીભર્યો મેસેજ મળ્યો છે.

મેસેજ મોકલનાર વ્યક્તિએ પોતાને લોરેન્સ બિશ્નોઈ ગેંગનો સભ્ય ગણાવ્યો છે. મુંબઈ ટ્રાફિક પોલીસના વોટ્સએપ નંબર પર આ ધમકીભર્યો મેસેજ આવ્યો છે. જેમાં લોરેન્સ બિશ્નોઈ સાથે લાંબા સમયથી ચાલી રહેલી દુશ્મની ખતમ કરવા માટે અભિનેતા સલમાન ખાન પાસેથી 5 કરોડ રૂપિયાની માંગ કરવામાં આવી છે. મેસેજમાં એવું પણ લખવામાં આવ્યું છે કે આને હળવાશથી ન લો, નહીં તો સલમાન ખાનની હાલત બાબા સિદ્દીકી કરતા પણ ખરાબ થઈ જશે. આ મામલે મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી છે.

આ પહેલા મુંબઈ પોલીસે સલમાનની હત્યાનું કાવતરું ઘડવા બદલ એક આરોપીની ધરપકડ કરી હતી. બુધવારે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, હરિયાણાના પાણીપતથી એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વ્યક્તિનું નામ સુખા છે. તે બિશ્નોઈ ગેંગનો શાર્પ શૂટર છે અને તેને નવી મુંબઈ લાવવામાં આવ્યો છે. હાલ તેની પૂછપરછ ચાલી રહી છે.

મુંબઈ પોલીસ અને હરિયાણા પોલીસે સંયુક્ત ઓપરેશનમાં પાણીપતથી લોરેન્સ બિશ્નોઈના આ શાર્પ શૂટરની ધરપકડ કરી હતી. લૉરેન્સ અને ગોલ્ડી બ્રારના કહેવા પર સુખાએ વર્ષ 2022માં મુંબઈમાં સલમાન ખાનના પનવેલ ફાર્મહાઉસની રેસી કરાવી હતી. રેકી પછી સુખો સલમાન પર હુમલો કરવાનો હતો, પરંતુ તેનો પ્લાન નિષ્ફળ ગયો. બિશ્નોઈના શૂટરોએ વર્ષ 2022માં સલમાનને મારવા માટે ઘણી વખત ફાર્મ હાઉસની રેકી કરી હતી, પરંતુ હુમલાનો પ્લાન નિષ્ફળ ગયો હતો.

સલમાન ખાન સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે અભિનેતાનો પરિવાર અને તેના મિત્રો બહાદુરી બતાવી રહ્યાં હોવા છતાં તે અંદરથી ખૂબ જ પરેશાન અને ડરેલા છે. તેઓ એવી આશા પણ સેવી રહ્યાં છે કે સરકાર અને પોલીસ આ કેસ સાથે સંબંધિત સાચા ગુનેગારને પકડી લેશે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter