લોરેન્સ ગેંગના 4 સભ્યો ઝડપાયા, સલમાન ખાન પર ફાયરિંગનું ષડયંત્ર મુંબઈ પોલીસે નિષ્ફળ બનાવ્યું

01:04 PM Jun 01, 2024 | gujaratpost

ગત 14 એપ્રિલે સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની સામે ફાયરિંગ કરવામાં આવ્યું હતું

બે દિવસ બાદ ફાયરિંગના બંને આરોપીઓ ઝડપાઈ ગયા હતા

મુંબઈઃ બોલિવૂડ એક્ટર સલમાન ખાનને (Bollywood actor salman khan) લઈને મોટા સમાચાર સામે આવ્યાં છે. તેના પર ફરી એકવાર હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું હતું. જો કે, મુંબઈ પોલીસે (Mumbai police) આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. નવી મુંબઈ પોલીસે ચાર લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા ચાર આરોપીઓ લોરેન્સ બિશ્નોઈ ગેંગના (Lawrance Bishnoi) સભ્યો છે.

પોલીસે જણાવ્યું કે આરોપીઓ પનવેલમાં સલમાન ખાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં હતા. કારમાં તોડફોડ કરવા માટે પાકિસ્તાનથી સપ્લાયર પાસેથી હથિયારો મેળવવાનું ષડયંત્ર પણ ઘડવામાં આવી રહ્યું હતું. આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં લોરેન્સ બિશ્નોઈ, અનમોલ બિશ્નોઈ, ગોલ્ડી બ્રાર, સંપત નેહરા સહિત 17 લોકો વિરુદ્ધ FIR નોંધી છે. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ ધનંજય ઉર્ફે અજય કશ્યપ, ગૌરવ ભાટિયા ઉર્ફે નહવી, વાસ્પી ખાન ઉર્ફે વસીમ ચિકના અને રિઝવાન ખાન ઉર્ફે જાવેદ ખાન તરીકે થઈ છે.

કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આરોપીઓએ ફાર્મ હાઉસ અને અન્ય ઘણી જગ્યાઓની રેકી કરી હતી. આ લોકોને સલમાન ખાન પર એકે-47 અને અન્ય હથિયારોથી ગોળીબાર કરવાનો આદેશ મળ્યો હતો. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પૂછપરછ દરમિયાન આરોપીએ ખુલાસો કર્યો હતો કે અજય કશ્યપ એમ-16, એકે-47 અને એકે-92 ખરીદવા માટે પાકિસ્તાનમાં ડોગા નામના વ્યક્તિના સંપર્કમાં હતો.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526