(Photo- ANI)
મુંબઈઃ માયાનગરી મુંબઈના ચેમ્બુર વિસ્તારમાં એક મોટો અકસ્માત થયો છે. ચેમ્બુર સ્થિત એક દુકાનમાં લાગેલી આગમાં 7 લોકોનાં મોત થયા છે. આ ઘટના સવારે 5 વાગ્યે બની હતી. મૃતકોમાં 2 બાળકો પણ સામેલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના ચેમ્બુરની સિદ્ધાર્થ કોલોનીમાં બની હતી.
આ ઘટના ચેમ્બુર પૂર્વના એએન ગાયકવાડ રોડ પર સવારે 5 વાગ્યાની આસપાસ બની હતી. BMCએ જણાવ્યું કે આગ ગ્રાઉન્ડ ફ્લોર પરની દુકાનમાં લાગી હતી અને પરિવાર ઉપરના મકાનમાં રહેતો હતો. દુકાનની આગ ઉપરના ઘર સુધી પહોંચી હતી, જેના કારણે આખો પરિવાર ઝપેટમાં આવી ગયો હતો. એક અધિકારીએ જણાવ્યું કે બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોરનો ઉપયોગ દુકાન તરીકે અને ઉપરના માળનો ઉપયોગ રહેઠાણ તરીકે થતો હતો.
તેમણે કહ્યું કે આગ ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત દુકાનના ઇલેક્ટ્રિકલ વાયર અને અન્ય સાધનોમાં ફાટી નીકળી હતી અને બાદમાં તેણે ઉપરના માળને પણ લપેટમાં લીધું હતું. અધિકારીએ જણાવ્યું કે આ ઘટનામાં સાત લોકો દાઝી ગયા હતા. તેઓને રાજાવાડી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યાં હતા જ્યાં ડોક્ટરોએ તમામને મૃત જાહેર કર્યા હતા.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526