રશિયા પર આતંકી હુમલોઃ શૌચાલયમાંથી મળ્યાં 28 મૃતદેહો, રશિયામાં રાષ્ટ્રીય શોક જાહેર- Gujarat Post

01:06 PM Mar 24, 2024 | gujaratpost

મોસ્કોઃ રશિયામાં થયેલા ગોળીબારમાં 130થી વધુ લોકોનાં મોત થયા છે. મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. નિર્દોષ લોકોને નિશાન બનાવીને આતંકવાદીઓએ હોલમાં વિસ્ફોટ કર્યો અને જોરદાર ગોળીબાર કર્યો હતો. આ ઘટનામાં અત્યાર સુધીમાં 15 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. તેમાથી ચાર બંદૂકધારી એવા છે જેઓ હુમલામાં સીધા સામેલ હતા. IS-ખોરાસાને હુમલાની જવાબદારી લીધી છે. યુક્રેનના અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે તેમનો આ હુમલા પાછળ તેમનો કોઇ હાથ નથી. જો કે, રશિયન અધિકારીઓનો દાવો છે કે હુમલાખોરોને યુક્રેન તરફથી મદદ મળી હતી.

કોન્સર્ટ હોલમાં થયેલા હુમલામાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. લોકો આગમાં દાઝી જવાથી મોતને પણ ભેટ્યાં છે.બંદૂકધારીઓએ હોલમાં આગ લગાવવા માટે પેટ્રોલનો ઉપયોગ કર્યો હતો. ટોયલેટમાંથી 28 મૃતદેહો અને 14 મૃતદેહો દાદરમાંથી મળી આવ્યાં હતા. રશિયન અધિકારીઓએ અગાઉ જણાવ્યું હતું કે ગોળીબારમાં અનેક લોકો માર્યાં ગયા છે. 24 કલાકથી વધુની શોધખોળ બાદ 133 મૃતદેહો મળી આવ્યાં છે. 107 લોકો હોસ્પિટલમાં જિંદગીની લડાઈ લડી રહ્યાં છે.

રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને 24 માર્ચે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે. પુતિને કહ્યું કે હુમલાખોરોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, તેઓ યુક્રેનની સરહદ તરફ આગળ વધી રહ્યાં હતા. તપાસ અધિકારીઓ હુમલાખોરોની ઓળખ માટે શક્ય તમામ પ્રયાસો કરશે. આ ગુનેગારો ખાસ કરીને આપણા લોકોને મારવા આવ્યાં હતા. પુતિને અન્ય દેશો તરફથી પણ સહયોગની આશા વ્યક્ત કરી હતી.  

રશિયાની FSB સુરક્ષા એજન્સીના જણાવ્યાં અનુસાર હુમલાખોરોના યુક્રેનમાં સંપર્કમાં હતા અને તેઓ સરહદ તરફ ભાગી રહ્યાં હતા. જો કે, તે રશિયા-યુક્રેન સરહદે પહોંચે તે પહેલા જ બ્રાયનસ્ક પ્રાંતમાં પકડાઈ ગયા હતા.

યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ સ્પષ્ટપણે નકારી કાઢ્યું છે કે તેમના દેશનો આ ઘટના સાથે કોઈ સંબંધ છે. યુક્રેનના લશ્કરી ગુપ્તચર પ્રવક્તા એન્ડ્રે યુસોવે કહ્યું કે તેમનો દેશ આ આતંકવાદી હુમલામાં સામેલ નથી. તેમણે કહ્યું કે યુક્રેન રશિયન આક્રમણ સામે માત્ર પોતાનો બચાવ કરી રહ્યું છે. 

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

ગુજરાતના લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post