Kerala Fireworks Accident: કેરળમાં દિવાળીની ઉજવણી પહેલા એક મોટી ઘટના બની છે. સોમવારની રાત્રે થયેલી દુર્ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. અકસ્માત અંગે કાસરગોડ પોલીસે જણાવ્યું કે 8 લોકોની હાલત ગંભીર છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ, કાસરગોડના નિલેશ્વરમમાં આતશબાજી કરવામાં આવી રહી હતી. દરમિયાન મોડી રાત્રે એક અકસ્માત સર્જાયો હતો, જેમાં 150થી વધુ લોકો ઘાયલ થયા હતા. ફટાકડા ફોડવા દરમિયાન તણખા સ્ટોરેજમાં પડ્યાં હતા. જેના કારણે ત્યાં રાખવામાં આવેલા ફટાકડામાં આગ લાગી હતી. હાજર લોકોએ તાત્કાલિક પોલીસને ફોન કરીને અકસ્માતની જાણ કરી હતી. જે બાદ કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
અંજુતામ્બલમ વીરારકવુ મંદિરમાં વાર્ષિક કાલિયતમ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી હતી. ફટાકડાની વસ્તુઓ સ્ટોરેજમાં રાખવામાં આવી હતી. દરમિયાન રાત્રે 12.30 કલાકે ફટાકડામાં અચાનક વિસ્ફોટ થયો હતો અને ધીમે ધીમે આગ ફેલાઈ ગઈ હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે સ્ટોરેજ એરિયામાં તણખા પડ્યા હતા. જે બાદ આ અકસ્માત થયો હતો. કાસરગોડ કલેક્ટર અનુસાર, તે વિસ્તારમાં સ્ટોરેજની મંજૂરી ન હતી. મંદિર સમિતિના અધ્યક્ષ અને સેક્રેટરીની પોલીસે અટકાયત કરી વધુત પાસ હાથ ધરી છે.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++