+

મોદી માત્ર 1.50 લાખ જેટલા મતોથી જીત્યાં, ભાજપની લોકપ્રિયતા ઘટી, ઇડી, સીબીઆઇ, વિરોધીઓની પાર્ટીમાં એન્ટ્રી જેવા મુદ્દાઓ નડ્યાં

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે અને સ્પષ્ટ બહુમિત માટે 272 નો આંકડો ભાજપને નથી મળી રહ્યો, ભાજપ 240ની આસપાસ દેખાઇ રહી છે, એનડીએ 300 થી નીચે દેખાઇ રહી છે, ભાજપે ચંદ્રબાબુ નાયડુ

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે અને સ્પષ્ટ બહુમિત માટે 272 નો આંકડો ભાજપને નથી મળી રહ્યો, ભાજપ 240ની આસપાસ દેખાઇ રહી છે, એનડીએ 300 થી નીચે દેખાઇ રહી છે, ભાજપે ચંદ્રબાબુ નાયડુ અને નીતિશ કુમારનો સહારો લેવો પડશે, મોદી વારાણસી બેઠક પર દોઢ લાખ જેટલા જ મતોથી જીત્યાં છે, જે આંકડો ઘણો ઓછો છે, અયોધ્યામાં રામ મંદિર બન્યું તેમ છંતા આ બેઠક ભાજપને મળી નથી.

ભાજપના લલ્લુસિંહ અયોધ્યાથી હારી ગયા છે, આ એ જ લલ્લુસિહ છે જેમને કહ્યું હતુ કે એનડીએની 400 સીટો આવતા અમે બંધારણ બદલી નાખીશું, આ પછી ઓબીસી, મુસ્લિમ અને દલિત સમાજના વોટો ઇન્ડિયા ગઠબંધનમાં પડ્યાં હોવાનું નિષ્ણાંતોનું માનવું છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતુ કે ભાજપ દેશમાં આરક્ષણ ખતમ કરવા માંગે છે, જે મુદ્દો કોંગ્રેસને ફાયદો કરાવી ગયો, આ ઉપરાંત ભાજપે કોંગ્રેસ સહિતના નેતાઓને પાર્ટીમાં એન્ટ્રી અપાવી અને મૂળ ભાજપના લોકો સાઇડ લાઇન થતા ભાજપના જ નેતાઓ નિષ્ક્રીય થયા હોવાના અનેક કિસ્સા છે. અનેક નેતાઓને જેલમાં કરી દેવા, ઇડી અને સીબીઆઇનો દુરુપયોગ જેવા મુદ્દાઓને લઇને જનતા પણ વિચારી રહી હતી કે આ પહેલા જેવી ભાજપ નથી, આવા અનેક મુદ્દાઓ ભાજપ અને મોદીને નડી ગયા છે.

કોંગ્રેસનું કહેવું છે કે ભાજપને તેનો અહંકાર અને એજન્સીઓનો દુરૂપયોગ નડી ગયો છે, કેજરીવાલ જેવા અનેક નેતાઓને ખોટી રીતે હેરાન કરીને જેલ ભેગા કરી નાખવામાં આવ્યાં તે બાબતને લઇને આ ચૂંટણી જનતા વિરુદ્ધ ભાજપની થઇ ગઇ હતી.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter