+

સૂંઠને મધમાં ભેળવીને રોજ ખાઓ, વરસાદથી થતા રોગો દૂર રહેશે, મળશે માત્ર લાભ જ લાભ

વાઈરલ ઈન્ફેક્શન, શરદી અને બીજી ઘણી બીમારીઓ વરસાદની મોસમમાં ફેલાઈ જાય છે. ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી પડી જાય છે. તેથી તમારે આ ઋતુમાં તમારા આહારનું ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. વરસાદની ઋતુમાં ર

વાઈરલ ઈન્ફેક્શન, શરદી અને બીજી ઘણી બીમારીઓ વરસાદની મોસમમાં ફેલાઈ જાય છે. ચોમાસામાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી પડી જાય છે. તેથી તમારે આ ઋતુમાં તમારા આહારનું ખૂબ ધ્યાન રાખવાની જરૂર છે. વરસાદની ઋતુમાં રોગોથી બચવા માટે દરરોજ મધ અને સૂંઠનું સેવન કરો. સૂંઠને મધમાં ભેળવીને ખાવાથી ઘણી ગંભીર સમસ્યાઓ દૂર થાય છે.

સૂંઠ અને મધ મિક્ષ કરીને ખાવાથી ફાયદો થાય છે

શરદી અને ખાંસી દૂર થશે - સૂંઠને મધમાં ભેળવીને ખાવાથી વાયરલ ઈન્ફેક્શન અને શરદી, ખાંસી દૂર રહે છે. તમે દરરોજ સૂંઠને મધમાં ભેળવીને ખાઈ શકો છો. આનાથી ઉધરસ પણ લાંબા સમય સુધી દૂર રહે છે. તેના માટે 1 ચમચી મધ લો અને તેમાં 2 ચપટી સૂંઠનો પાવડર મિક્સ કરો. તેને આછું ગરમ ​​કરી ચાટવું.

ફેફસાં બનશે મજબૂત - જ્યારે તમે રોજ મધ અને સૂંઠ મિક્સ કરીને ખાઓ છો તો તેનાથી ફેફસાંને ફાયદો થાય છે. જે લોકો ધૂમ્રપાન કરે છે તેઓએ દરરોજ આ ખાવું જોઈએ. આ ફેફસાંને મજબૂત બનાવે છે અને શ્વસનતંત્રને સ્વસ્થ રાખે છે. તે અસ્થમાના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

શારીરિક નબળાઈ દૂર થશે - મધ શરીરને મજબૂત બનાવવામાં મદદ કરે છે. સૂંઠમાં મધ ભેળવીને ખાવાથી શરીરમાંથી નબળાઈ દૂર થાય છે. કોઈપણ ઉંમરના લોકો તેનું સેવન કરી શકે છે. વરસાદના દિવસોમાં બાળકો માટે સૂંઠ અને મધ સૌથી વધુ ફાયદાકારક છે.

હાડકાં મજબૂત બનશે - સૂંઠ અને મધ મિક્સ કરીને ખાવાથી હાડકાં મજબૂત બને છે. તેનાથી હાડકાના દુખાવા અને સોજાની સમસ્યામાં પણ રાહત મળે છે. જ્યારે તમે સૂંઠ, મધ અને હળદરને એકસાથે ભેળવીને ખાઓ છો, તો તે તમારા હાડકાંને મજબૂત બનાવે છે.

(Disclaimer- આ લેખમાં દર્શાવેલા સૂચનો માત્ર સામાન્ય માહિતીના હેતુ માટે છે, તેને વ્યાવસાયિક તબીબી સલાહ તરીકે ન લેવા જોઈએ. કોઈ પણ રોગ માટે ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. GUJARATPOST NEWS આ માહિતીને લગતી કોઇ પણ જવાબદારી સ્વીકારતું નથી)

facebook twitter