+

ACB ટ્રેપઃ મહેસાણામાં ડેટા એન્ટ્રી ઓપરેટર રૂ.500 ની લાંચ લેતા ઝડપાયા

અમિતકુમાર પ્રહલાદભાઇ પટેલ, BND એનર્જી ફીટનેશ સેન્ટરના ડેટા એન્ટ્રી ઓપરેટરની ધરપકડ  લોડીંગ રીક્ષાનુ રી-પાર્સીંગ માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવા માંગી હતી લાંચ  BND એનર્જી ફીટનેશ સેન્ટરની બહ

અમિતકુમાર પ્રહલાદભાઇ પટેલ, BND એનર્જી ફીટનેશ સેન્ટરના ડેટા એન્ટ્રી ઓપરેટરની ધરપકડ 

લોડીંગ રીક્ષાનુ રી-પાર્સીંગ માટે ફિટનેસ સર્ટિફિકેટ આપવા માંગી હતી લાંચ 

BND એનર્જી ફીટનેશ સેન્ટરની બહાર, સેન્ધણી પાર્લર ખાતે, મહેસાણામાં લાંચ લીધી અને એસીબીએ આરોપીને ઝડપી લીધા 

મહેસાણાઃ ફરીયાદીને પોતાની લોડીંગ રીક્ષાનુ રી-પાર્સીંગ કરવા માટે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા ઓનલાઇન અરજી કરી હતી, જેમાં કાયદેસરની ફી સિવાય વધારાના રૂ.500 ની લાંચની માંગણી કરવામાં આવી હતી. જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોવાથી મહેસાણા એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી, જેને આધારે લાંચના છટકાનું આયોજન કરાયું હતુ

એસીબીની ટ્રેપમાં આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરીને લાંચની રકમ રૂ.500 રૂપિયા સ્વીકારી અને તે એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા. 

ટ્રેપિંગ અધિકારીઃ એસ.ડી.ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર, મહેસાણા એ.સી.બી. પો.સ્ટે. 

સુપર વિઝન અધિકારીઃ એ.કે.પરમાર, મદદનીશ નિયામક, ગાંધીનગર એસીબી એકમ

ઇન્ચાર્જ અધિકારીઃ હરેશ મેવાડા, નાયબ નિયામક, અમદાવાદ રેન્જ

facebook twitter