+

હાર્ટએટેકે વધુ એકનો ભોગ લીધો, મહેસાણાનો 20 વર્ષીય યુવાન ક્રિકેટ રમતા રમતા ઢળી પડ્યો- Gujarat Post

(પ્રતિકાત્મક ફોટો) મહેસાણાઃ ગુજરાતમાં હાલમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મહેસાણામાં વધુ એક યુવકનું હાર્ટએટેકથી નિધન થયું છે. યુવક કોલેજમાં નેટબોલિંગની પ્રેક્ટિસ કરત

(પ્રતિકાત્મક ફોટો)

મહેસાણાઃ ગુજરાતમાં હાલમાં નાની ઉંમરે હાર્ટ એટેકથી મોતના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. મહેસાણામાં વધુ એક યુવકનું હાર્ટએટેકથી નિધન થયું છે. યુવક કોલેજમાં નેટબોલિંગની પ્રેક્ટિસ કરતો હતો ત્યારે દુખાવો ઉપડતાં ઢળી પડ્યો હતો.યુવકના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મહેસાણાના વાઇડ એંગલ પાસે આવેલી પ્રકૃતિ સોસાયટીમાં રહેતા અને કોલેજમાં અભ્યાસ કરતાં 20 વર્ષીય મનીષ પ્રજાપતિ નામનો યુવક કોલેજમાં નેટ બોલિંગની પ્રેક્ટિસ કરવા પહોંચ્યો હતો. જ્યાં પ્રેક્ટિસ દરમિયાન યુવકને છાતીમાં દુખાવો ઉપડતાં સ્પોર્ટ્સ શિક્ષકને જાણ કરી હતી. તેને 108 મારફતે મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં લઈ જવાયો હતો.જ્યાં સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું.

નાગલપુર કોલેજના સ્પોર્ટ્સ શિક્ષકના જણાવ્યાં પ્રમાણે, યુવક નેટ બોલિંગમાં હોશિયાર હતો. તે ગોલ્ડ મેડાલિસ્ટ હતો. મેદાનમાં પ્રેક્ટિસ કરતી વખતે તેને અચાનક દુખાવો ઉપડતાં ઢળી પડ્યો હતો.

હાર્ટએટેકના વધુ કિસ્સાઓને લઇને ICMRએ તાજેતરમાં એક અભ્યાસ કર્યો છે. તેમાં શોધવામાં આવી રહ્યું છે કે શું કોવિડ વેક્સિન અને હાર્ટએટેકથી મૃત્યું વચ્ચે કોઈ સંબંધ છે ? જો કે ICMRએ કહ્યું છે કે ભારતમાં કોવિડ -19 રસીને કારણે યુવાનોમાં અચાનક મૃત્યુનું જોખમ નથી વધ્યું, કોવિડ-19 પહેલા હોસ્પિટલમાં દાખલ થવાથી, જીવનશૈલીમાં ફેરફારોને કારણે અચાનક મોતની શક્યતા વધી ગઈ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

facebook twitter