+

દિલ્હીની જેમ અમદાવાદમાં પણ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ તપાસમાં કંઇ ન મળ્યું

અમદાવાદઃ રાજધાની દિલ્હીની જેમ અમદાવાદમાં પણ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળતા જ સ્કૂલોમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હત

અમદાવાદઃ રાજધાની દિલ્હીની જેમ અમદાવાદમાં પણ અનેક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે. ધમકી મળતા જ સ્કૂલોમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. રશિયન સર્વરમાંથી ધમકી ભર્યાં ઇ-મેઈલ આવ્યાંનું પ્રાથમિક અનુમાન છે.

અમદાવાદના ડીપીએસ, આનંદ નિકેતન, બોપલ, એશિયા ઇંગ્લિશ સ્કૂલ, કેલોરેક્સ સ્કૂલ, વસ્ત્રાપુર, અમૃત વિદ્યાલય-ઘાટલોડિયા, ONGC સેન્ટ્રલ, ઘાટલોડિયા, ન્યુ નોબલ સ્કૂલ, ચાંદખેડા, કેન્દ્રીય વિધાલય સાબરમતી સહિત અનેક સ્કૂલોને ધમકી ભર્યા ઇ-મેઈલ મળ્યાં છે. આ ઘટનાને પગલે તંત્ર દોડતું થયું છે. ઈ-મેઈલ મોકલનાર વ્યક્તિ પોતાની ઓળખ તૌહીદ વોરિયર તરીકે ઓળખાવી હતી.

નોંધનીય છે કે 5 દિવસ પહેલા દિલ્હીમાં પણ ધમકી ભર્યા ઇ-મેઈલ મળ્યાં હતા. બુધવારે સવારે 200થી વધુ શાળાઓને ઈ-મેઇલ મળતાં વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ગભરાટ ફેલાયો હતો. માહિતી મળ્યાં બાદ પોલીસે તાત્કાલિક શાળાઓમાં પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન ડોગ અને બોમ્બ સ્ક્વોડ ટીમ સ્કૂલોમાં પહોંચી ગઇ હતી. જોકે, તપાસ બાદ પોલીસને શાળાઓમાં કંઈ મળ્યું ન હતું.

ગુરુવારે દિલ્હીની એક શાળામાં બોમ્બની ધમકી મળી હતી. દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોરાના ઓફિશિયલ મેઈલ આઈડી પર ધમકીભર્યો મેઇલ આવ્યો હતો. પોલીસે તરત જ આ મામલે તપાસ કરી અને આ મેઈલ મોકલનારને શોધી કાઢ્યો હતો. ત્યારે અમદાવાદની શાળાઓમાં પણ કંઇ મળ્યું નથી અને પોલીસ તથા શાળા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

facebook twitter